Gill Double Century: શુભમન ગિલે કોની ઓવરમાં સળંગ 5 સિક્સર ફટકારીને પૂરી કરી ડબલ સેન્ચુરી ?
Gill Double Century: ગિલ 208 રનની શાનદાર ઈનિંગ રમી. આ દરમિયાન તેણે આ મેદાન પર સચિનના વ્યક્તિ સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ પણ તોડ્યો
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગિલે શાનદાર ફોર્મ જાળવી રાખ્યું. તેણે બેવડી સદી ફટકારી હતી. ગિલે 145 બોલમાં 200 રન ફટકાર્યા હતા. જેમાં તેણે 19 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. 49મી ઓવરમાં ગિલે 5 તોતિંગ છગ્ગા ફટકારીને બેવડી સદી પૂરી કરી હતી.
વન ડે ઈન્ટનેશલમાં સૌથી વધુ ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી બન્યો ગિલ
200 રનની ઈનિંગ દરમિયાન ગિલે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.
- 18 ઈનિંગ- ફખર જમાન, પાકિસ્તાન
- 19 ઈનિંગ- શુબમન ગિલ, ભારત અને ઈન્ઝમામ ઉલ હક – પાકિસ્તાન
- 21 ઈનિંગઃ વિવ રિચાર્ડ્સ- વેસ્ટ ઈન્ડિઝ, કેવિન પીટરસન- ઈંગ્લેન્ડ, જોનાથન ટ્રોટ –ઈંગ્લેન્ડ, ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા, બાબર આઝમ – પાકિસ્તાન, રુસિ ડુસેન – સાઉથ આફ્રિકા
𝟔.𝟔.𝟔.
𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐂𝐄𝐍𝐓𝐔𝐑𝐘 😱🤩😱
Take a bow, @ShubmanGill 💯💯#INDvNZ pic.twitter.com/wwvQslGTxb — BCCI (@BCCI) January 18, 2023
આજની વન ડેમાં રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો ન્યૂઝીલેન્ડ માટે હેનરી શિપલી ઇનિંગ્સની ત્રીજી ઓવર કરી રહ્યો હતો. રોહિત શર્માએ ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. રોહિત શર્મા ભારતમાં ODI ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. હિટમેનના નામથી પ્રખ્યાત રોહિત શર્માએ સમાચાર લખ્યા ત્યાં સુધી તેની ઇનિંગ્સમાં બે સિક્સર ફટકારી છે અને આ રીતે ભારતમાં તેની સિક્સરની સંખ્યા વધીને 125 થઈ ગઈ છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ સાથે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. તેની પ્રથમ છગ્ગા સાથે, રોહિત શર્મા ભારતમાં ODI ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો. એમએસ ધોનીએ ભારતમાં ODI ઈતિહાસમાં 123 સિક્સર ફટકારી છે. આ યાદીમાં ત્રીજું સ્થાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું છે, જેણે 71 છગ્ગા ફટકાર્યા છે.
ભારતમાં વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
125* - રોહિત શર્મા
123 - એમએસ ધોની
71 - સચિન તેંડુલકર
રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય કેપ્ટન 38 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ થયો હતો. ટિકનરે તેને મિશેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
ભારતની આજની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.