IND vs NZ 3rd T20: બન્ને ટીમોમાં કરાયો એક-એક ફેરફાર, કોણે કોણે મળી અંતિમ ટી20માં તક, જાણો
આજની અંતિમ ટી20માં બન્ને ટીમોમાં એક એક એક ફેરફાર કરવામાં આવ્યો છે, ભારતીય ટીમમાં આજની મેચમાં ફાસ્ટ બૉલર હર્ષલ પટેલને તક આપવામાં આવી છે
IND vs NZ 3rd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અંતિમ ટી20 મેચ નેપિયર ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, આજે બન્ને ટીમોને જીત જરૂરી છે, ખાસ વાત છે કે આજની મેચમાં બન્ને ટીમોએ ફરી એકવાર એકએક મોટો ફેરફાર કરીને રમવા માટે ઉતરી છે.
ત્રણ મેચોની ટી20 સીરીઝમાં પ્રથમ વેલિંગટન ટી20 મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જ્યારે બીજી માઉન્ટ મોનુગાઉ બે ઓવલ ટી20માં ભારતીય ટીમની શાનદાર 65 રનથી જીત થઇ હતી, આ સીરીઝ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા સીરીઝમાં 1-0થી આગળ છે, આજે ભારતી જીત સાથે સીરીજ સીલ કરવા ઉતરશે, તો કીવી ટીમ સીરીઝ બરાબરી સાથે પુરી કરવા પ્રયાસ કરશે, ખાસ વાત છે કે આજની કીવી ટીમની આગેવાની ટિમ સાઉથી કરી રહ્યો છે.
બન્ને ટીમોમાં એક-એક ફેરફાર
આજની અંતિમ ટી20માં બન્ને ટીમોમાં એક એક એક ફેરફાર કરવામાં આવ્યો છે, ભારતીય ટીમમાં આજની મેચમાં ફાસ્ટ બૉલર હર્ષલ પટેલને તક આપવામાં આવી છે, હર્ષલને વૉશિંગટન સુંદરની જગ્યાએ મોકો મળ્યો છે, જ્યારે કીવી ટીમમાં કેપ્ટન કેન વિલિયમસનની જગ્યાએ ટીમમાં મીડલ ઓર્ડર બેટ્સમેન માર્ક ચેપમેનને સામેલ કરવામાં આવ્યો છે. આજની મેચમાં કેન વિલિયમસના બદલે ટિમ સાઉથી કેપ્ટનશીપ કરી રહ્યો છે.
કેન વિલિયમ્સન ત્રીજી T20માંથી બહાર
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ત્રીજી T20માં ઉપલબ્ધ રહેશે નહીં. તેની જાણકારી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આપી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે, કેન વિલિયમ્સન ટી20 સિરીઝની ત્રીજી મેચ નહીં રમે. તેની મેડિકલ એપોઇન્ટમેન્ટ છે. આવી સ્થિતિમાં ટીમમાં તેની જગ્યાએ માર્ક ચેપમેનને સ્થાન આપવામાં આવ્યું છે. તે સોમવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં જોડાશે. કેન વિલિયમ્સન આ મેચમાંથી બહાર થયા બાદ કિવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ સંભાળશે.
BLACKCAPS captain Kane Williamson will miss the third T20I in Napier on Tuesday to attend a pre-arranged medical appointment. @aucklandcricket Aces batsman Mark Chapman will join the T20 squad in Napier today. #NZvIND https://t.co/kktn9lghhy
— BLACKCAPS (@BLACKCAPS) November 21, 2022
વિલિયમ્સને બીજી T20 મેચમાં અડધી સદી ફટકારી હતી -
ભારતીય ટીમે બીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 65 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને શાનદાર બેટિંગ કરી હતી અને 52 બોલમાં 62 રનની અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જો કે વિલિયમ્સન આ મેચમાં કિવી ટીમને જીત અપાવી શક્યો ન હતો પરંતુ તેણે આખી મેચમાં શાનદાર લડત આપી હતી.
વૉશિંગટન સુંદર પણ ટીમ ઇન્ડિયામાંથી બહાર
વૉશિંગટન સુંદરની વાત કરીએ તો સુંદરને બીજી ટી20માં તક આપવામાં આવી હતી, પરંતુ સંદરત ફ્લૉપ સાબિત થયો હતો, બેટિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો, અને બૉલિંગમાં પણ બે ઓવર નાંખી હતી, જેમાં તેને એકમાત્ર વિકેટ કૉન્વની મળી હતી, પરંતુ 24 રન આપીને મોંઘા પુરવાર થયો હતો. આજની મેચમાં સુંદરની જગ્યાએ હર્ષલ પટેલના સામેલ કરવામાં આવ્યો છે.