IND vs NZ Updates: ટીમ ઇન્ડિયાની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે હાર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ વનડે શુક્રવારે (25 નવેમ્બર) ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહી છે

Background
નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ વનડે શુક્રવારે (25 નવેમ્બર) ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાઈ રહી છે. શિખર ધવનની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ યુવા ખેલાડીઓ સાથે વનડે શ્રેણી રમી રહી છે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ બહાર છે. આવી સ્થિતિમાં યુવાનો પાસે આ શ્રેણીમાં સારુ પ્રદર્શન કરવાની તક છે. ઝડપી બોલર ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ ભારત માટે વનડે ડેબ્યૂ કરી રહ્યા છે.
આ પહેલા ભારતે વર્તમાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ત્રણ મેચની ટી20 શ્રેણી 1-0થી જીતી હતી. શ્રેણીની પ્રથમ T20 મેચ વરસાદના કારણે બંધ રહી હતી, જ્યારે બીજી T20 મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. વરસાદને કારણે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ ટાઈ થઈ હતી.
ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડને સામે પ્રથમ વનડેમાં હાર
ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડને સામે પ્રથમ વનડેમાં હાર થઈ છે. ઓકલેન્ડમાં રમાયેલી આ ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. જવાબમાં કિવી ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 23.1 ઓવરમાં 124 રન જોડ્યા હતા. અહીં શુભમન ગિલ 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં શિખર ધવન પણ 77 બોલમાં 72 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રેયસ અય્યરે એક છેડો સંભાળ્યો. બીજા છેડેથી ટૂંકા અંતરે વિકેટો પડતી રહી.
ભારતે પ્રથમ વન-ડેમાં 306 રન બનાવ્યા
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 80 રન, શિખર ધવને 72 અને શુભમન ગિલે 50 રન બનાવ્યા હતા.




















