(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cup: પાકિસ્તાનની હાર બાદ બાબરનુ કોહલી પરનુ કયુ ટ્વીટ એકાએક થવા લાગ્યુ વાયરલ, બાબરે શું લખ્યુ હતુ તેમાં, જુઓ....
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, હાર્દિક પંડ્યાએ વિનિંગ સિક્સ ફટકારી અપાવી રોમાંચક જીત, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો
IND vs PAK Asia Cup 2022: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગઇકાલે રોમાંચક મેચ જોવા મળી, આ વખતે ભારતે એક વર્ષ જુનો બદલો લઇ લીધો, હાર્દિક પંડ્યાની વિનિંગ સિક્સની સાથે જ ભારતીય ફેન્સ ઝૂમી ઉઠ્યા અને જશ્ન મનાવવા લાગ્યા હતા. જોકે આ બધાની વચ્ચે પાકિસ્તાની ટીમ અને પાક ફેન્સ નિરાશ થયા હતા.
પરંતુ દુબઇની આ મેચ બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનુ એક ખાસ ટ્વીટ વાયરલ થવા લાગ્યુ હતુ. સોશ્યલ મીડિયા પર ફેન્સ બાબરને તેના જુના ટ્વીટને યાદ અપાવીને ટ્રૉલ કરવા લાગ્યા હતા, આ ટ્વીટમાં બાબરે વિરાટને સંદેશો આપ્યો હતો, જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
ખરેખરમાં, બાબરે થોડાક સમય પહેલા જ ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આઉટ ઓફ ફૉર્મના સમયે એક ટ્વીટ કર્યુ હતુ, બાબરે તે સમયે કોહલીના સમર્થનમાં લખ્યું હતુ કે - આ ખરાબ સમય પણ પસાર થઇ જશે, તમે મજબૂત બનેલા રહો. હવે બાબર આઝમના આ ટ્વીટને ફેન્સ તેને જ યાદ કરાવી રહ્યાં છે. ફેન્સે બાબરને ટ્રૉલ કરતા લખ્યું- તમે પણ મજબૂત બનેલા રહો, આ સમય પણ વીતી જશે.
This too shall pass, Stay strong Babar..!! 💪 @babarazam258 pic.twitter.com/uoUf9XscAo
— 𝐒𝐚𝐮𝐫𝐚𝐛𝐡 𝐓𝐫𝐢𝐩𝐚𝐭𝐡𝐢 (@SaurabhTripathS) August 28, 2022
ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, હાર્દિક પંડ્યાએ વિનિંગ સિક્સ ફટકારી અપાવી રોમાંચક જીત, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને ભારતને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાદમા બીજી ઇનિંગમા ભારતીય ટીમે બેટિંગ કરી, બાદમાં હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં વિનિંગ સિક્સર ફટકારીને ભારતને શાનદાર જીત અપાવી હતી. ભારતે 19.4 ઓવરમાં જ 148 રનનો સ્કોર ચેજ કરી લીધો હતો.
“When you play a strong team after playing minnows for the entire year”
— Avinash (@imavinashvk) August 28, 2022
This too shall pass Babar bhai.#INDvPAK#AsiaCup2022 #BabarAzam pic.twitter.com/XyIoI3Gi2n
This too shall pass. Stay strong#BabarAzam https://t.co/7x2OaTijXT
— Virat Kohli 🕗 (@onfieldumpire) August 28, 2022
--
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન