શોધખોળ કરો

T20 WC 2024: આવતીકાલે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદમાં ધોવાશે ? જાણો કેવું રહેશે ન્યૂયોર્કનું હવામાન

IND vs PAK T20 World Cup 2024: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થઇ ચૂક્યો છે. હવે રોમાંચક અને ખરાખરીની ટક્કરવાળી મેચો શરૂ થવા જઇ રહી છે

IND vs PAK T20 World Cup 2024: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2024 અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થઇ ચૂક્યો છે. હવે રોમાંચક અને ખરાખરીની ટક્કરવાળી મેચો શરૂ થવા જઇ રહી છે. ટી-20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં એક દિવસથી પણ ઓછો સમય બાકી છે. ખેલાડીઓથી લઈને ચાહકો સુધી દરેક આ મેચની રાહ જોઈ રહ્યા છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ T20 વર્લ્ડકપ 2024ની 19મી મેચ છે, જે 09 જૂન, રવિવારના રોજ રમાશે. આ મેચમાં પીચ સિવાય હવામાન પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અહીં જાણો 9 જૂને ન્યૂયોર્કમાં કેવું રહેશે હવામાન ?

ભારત વિરૂદ્ધ પાકિસ્તાન મેચ, જાણો હવામાન રિપોર્ટ વિશે... 
ન્યૂયોર્કમાં નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત થનારી આ શાનદાર મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ટોસના સમયે વરસાદની 40 થી 50% સંભાવના છે. જો કે, બપોરે 1 વાગ્યે વરસાદની સંભાવના ઘટીને 10% થઈ જશે, પરંતુ બપોરે 3 વાગ્યે ફરી 40% સુધી પહોંચી શકે છે.

9 જૂનને ન્યૂયોર્કનું હવામાન 
Accuweather અનુસાર, રવિવાર, 9 જૂને વરસાદની સંભાવના 42% છે. તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે અને ભેજ 58% હોઈ શકે છે. વરસાદને કારણે ટોસમાં વિલંબ થઈ શકે છે, પરંતુ વર્તમાન હવામાનની આગાહી મુજબ, મેચ નિર્ધારિત મુજબ રમી શકાય છે.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાન પીચ રિપોર્ટ 
ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે બંને ટીમો હજુ પણ આ નવા મેદાનની સ્થિતિને અનુરૂપ છે. ન્યૂયોર્કમાં ભારતની પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આયર્લેન્ડને માત્ર 96 રનમાં આઉટ કરી દીધું હતું. વળી, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં માત્ર નિમ્ન સ્કોર જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે ન્યૂયોર્કની નવી પિચો બોલરોને મદદ કરી રહી છે.

ભારત વિરૂદ્ધ પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ.

પાકિસ્તાની ટીમઃ- બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ.

નેટ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થયો કેપ્ટન રોહિત શર્મા 
નેટ સેશન દરમિયાન 37 વર્ષીય ભારતીય કેપ્ટનના અંગૂઠા પર બૉલ વાગ્યો હતો, જેના પછી ટીમના ફિઝિયો તરત જ તેમની પાસે પહોંચ્યા હતા. બોલ વાગ્યા પછી રોહિતે પોતાનો ગ્લવ્ઝ ઉતાર્યો અને તેના અંગૂઠા તરફ જોયું અને પછી ફિઝિયોએ તેની તપાસ કરી. જોકે, ટેસ્ટિંગ બાદ કેપ્ટન સંપૂર્ણ રીતે ઠીક દેખાયો અને ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવી સ્થિતિમાં એવું લાગે છે કે તે પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે.

આયલેન્ડ વિરૂદ્ધ રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન 
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી તેની પ્રથમ મેચમાં ભારતે આયરલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્માએ 37 બોલમાં 52 રન બનાવ્યા હતા, પરંતુ બોલ વાગવાને કારણે તેને 10મી ઓવર બાદ મેદાન છોડવું પડ્યું હતું.

ન્યૂયોર્કના ખરાબ સ્ટેડિયમ પર આવ્યું આઇસીસીનું નિવેદન 
ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચના એક દિવસ બાદ ICCએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- "નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી ઉપયોગમાં લેવાતી પિચો અપેક્ષાઓ પ્રમાણે નથી."

ICC એ એમ પણ કહ્યું કે "વર્લ્ડ ક્લાસ ગ્રાઉન્ડસ્કીપિંગ ટીમ ગઈકાલની મેચથી પિચના સમારકામમાં વ્યસ્ત છે, જેથી બાકીની મેચો માટે વધુ સારી પિચ તૈયાર કરી શકાય."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Embed widget