શોધખોળ કરો

IND vs PAK Playing 11: કેએલ રાહુલના સ્થાને ટીમ ઇન્ડિયામાં કોને મળશે સ્થાન? પ્રથમવાર પાકિસ્તાન સામે રમશે આ ચાર ખેલાડીઓ

Team India Playing 11 Against Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Team India Playing 11 Against Pakistan:  2023 એશિયા કપ શરૂ થઈ ગયો છે. જોકે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો 2 સપ્ટેમ્બરે આમને-સામને થશે. જાણો, પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

કેએલ રાહુલ પ્રથમ બે મેચમાંથી બહાર થઈ ગયો

આઈપીએલ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો કેએલ રાહુલ ઘણા સમયથી વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, તે પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે. કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ બે મેચમાંથી બહાર છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે ઇશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં વિકેટકીપિંગ કરશે. જો કે તે ક્યા ક્રમે બેટિંગ કરશે તેને લઇને સસ્પેન્સ યથાવત છે.

વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે?

ઈશાન કિશને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. જોકે, તેણે તે સીરિઝમાં ઓપનિંગ કર્યું હતું. આવી સ્થિતિમાં ઈશાન કિશન ફરી એકવાર ઓપનિંગ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. આ સિવાય વિરાટ કોહલી ત્રીજા કે ચાર નંબર પર બેટિંગ કરશે. આનો જવાબ પણ મેચના દિવસે મળશે.

ભારત બે સ્પિનરો અને ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરી શકે છે

ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ટીમમાં બે સ્પિનર ​​અને ત્રણ ફાસ્ટ બોલરને સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી હશે જ્યારે સ્પિન વિભાગની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના ખભા પર આવી શકે છે.

આ 4 ખેલાડીઓ પ્રથમ વખત પાકિસ્તાન સામે રમશે

ટીમ ઈન્ડિયાના ઘણા એવા ક્રિકેટર છે, જેઓ પહેલીવાર પાકિસ્તાન સામે વન-ડે મેચ રમશે. જેમાં ઓપનર શુભમન ગિલ, મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર, વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામેલ છે. તે તમામને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તે નિશ્વિત છે. જો કે તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો તેઓ પણ પહેલીવાર પાકિસ્તાન સામે રમશે.

પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

 રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Embed widget