(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SA: સંજુ સેમસનની ધમાકેદાર ઈનિંગ બેકાર ગઈ, દ. આફ્રિકાએ ભારતને 9 રનથી હરાવ્યું
250 રનનો ટાર્ગેટ મેળવવા માટે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ મેચ તેના અંત સમયમાં અત્યંત રોમાંચક બની હતી.
IND vs SA 1st ODI Highlights: 250 રનનો ટાર્ગેટ મેળવવા માટે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખરાબ રહી હતી. પરંતુ મેચ તેના અંત સમયમાં અત્યંત રોમાંચક બની હતી જો કે, મેચમાં ભારતને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એક સમયે ભારત મેચમાંથી બહાર જણાતું હતું. પરંતુ પહેલા શ્રેયસ અય્યરની અડધી સદી અને પછી સંજુ સેમસનના અણનમ 86 રન ભારતને મેચમાં કમબેક કરાવ્યું હતું. સંજુ સેમસને ભારતને અસંભવ જીતની ખૂબ નજીક પહોંચાડ્યું હતું. જો કે સંજુ ભારતને જીત અપાવી શક્યો ન હતો. દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
1ST ODI. South Africa Won by 9 Run(s) https://t.co/d65WZUU5ru #INDvSA @mastercardindia
— BCCI (@BCCI) October 6, 2022
દક્ષિણ આફ્રિકાએ આપ્યો 250 રનનો ટાર્ગેટઃ
દક્ષિણ આફ્રિકાના 249 રનના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. શિખર ધવન (4 રન) અને શુભમન ગિલ (3 રન) સસ્તામાં આઉટ થયા હતા. આ સિવાય ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ કંઈ ખાસ કરી શક્યા નથી. જોકે, શ્રેયસ અય્યર અને સંજુ સેમસને શાનદાર ઇનિંગ્સ રમી હતી, પરંતુ ભારતીય ટીમને જીત અપાવી શક્યા નહોતા.
શ્રેયસ અય્યરે 37 બોલમાં 50 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 37 બોલમાં 20 રન જ્યારે ઋતુરાજ ગાયકવાડે 42 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. દક્ષિણ આફ્રિકા માટે કાગિસો રબાડાએ 8 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે લુંગી એન્ગીડીને 3 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી. આ સિવાય વેઈન પેર્નેલ, કેશવ મહારાજ અને તબરેઝ શમ્સીએ 1-1 વિકેટ લીધી હતી.
ડેવિડ મિલર અને હેનરી ક્લાસેન મેચને પલટીઃ
આ પહેલાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમે 40 ઓવરમાં 4 વિકેટે 249 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મિલર અને હેનરી ક્લાસને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ડેવિડ મિલરે 63 બોલમાં 75 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 5 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તો, હેનરી ક્લાસને 65 બોલમાં 74 રન બનાવ્યા હતા.
હેનરી ક્લાસને તેની ઇનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય ક્વિન્ટન ડી કોકે 54 બોલમાં 48 રન અને જાનેમન મલને 42 બોલમાં 22 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિ બિશ્નોઈ - કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.