IND vs SA 3rd T20: દ. આફ્રિકાને ક્લિન સ્વિપ ના કરી શકી ટીમ ઈન્ડિયા, સિરીઝની ત્રીજી મેચમાં 49 રનથી ભારતની હાર
IND vs SA 3rd T20 LIVE: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે.
LIVE
Background
IND vs SA 3rd T20 LIVE: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ મેચમાં એકબાજુ ભારતીય ટીમનો પ્રયાસ સીરીઝને ક્લિન સ્વીપ કરવાનો હશે, તો બીજીબાજુ આફ્રિકન ટીમ આમાં જીત સાથે આત્મવિશ્વાસ મેળવવા પ્રયાસ કરશે.
ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે પહેલી બે મેચો જીતીની સીરીઝ 2-0થી સીલી કરી લીધી છે. એટલા માટે આજે કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડ સીનિયર ખેલાડીઓને આરામ આપશે અને યુવાઓને તક આપશે.
49 રનથી ભારત હાર્યું
18.3 ઓવરે ભારતની તમામ વિકેટ પડી જતાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે 49 રનથી હાર થઈ છે. ભારતે 10 વિકેટ પર 178 રન બનાવ્યા. અક્ષર પટેલે 9 રન, હર્ષલ 17, અશ્વીન 2, દિપક ચહર 31 અને મોહમ્મદ સિરાઝે 5 રનનું યોગદાન આપ્યું અને ઉમેશ યાદવ 20 રન સાથે અણનમ રહ્યો.
ભારતની ખરાબ શરુઆત
228 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરુઆત રહી છે. રોહિત શર્મા 0 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ સમયાંતરે સતત ભારતની વિકેટ પડી રહી છે. શ્રેયસ અય્યર 1 રન, ઋષભ પંત 27 રન, દિનેશ કાર્તિક 46 રન, સુર્યકુુમાર યાદવ 8 રન બનાવીને આઉટ થયા છે. હાલ અક્ષર પટેલ અને હર્ષલ પટેલ રમતમાં છે. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 95 રન પર 5 વિકેટ છે.
ભારતને 228 રનના ટાર્ગેટ મળ્યો
દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા છે. હવે ભારતને જીત માટે 228 રનનો ટાર્ગેટ મળ્યો છે.
રોસૌવે ફટકારી સદી
19.1 ઓવર પર રોસૌવે પોતાની શાનદર સદી પુર્ણ કરી લીધી છે. રોસૌવે 48 બોલમાં આ તોફાની શતક પુર્ણ કર્યું છે.
17 ઓવરના અંતે સ્કોર
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 17 ઓવરના અંતે 177 રન પર 2 વિકેટ છે. હાલ રોસૌવ 79 રન અને સ્ટબ્સ 17 રન સાથે રમતમાં છે.