IND vs SA: જ્હોનિસબર્ગમાં ભારતનો રેકોર્ડ છે શાનદાર, 30 વર્ષમાં ક્યારેય નથી હાર્યું મેચ
આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જ્હોનિસબર્ગમાં ભારતીય ટીમે સેન્ચૂરિયનની જેમ વિજય મેળવવા ફરીથી મેદાનમાં ઉતરશે,
નવી દિલ્હીઃ આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જ્હોનિસબર્ગમાં ભારતીય ટીમે સેન્ચૂરિયનની જેમ વિજય મેળવવા ફરીથી મેદાનમાં ઉતરશે, કેમ કે જ્હોનિસબર્ગની પીચ ભારતીય બેટ્સમેનો માટે આશીર્વાદ રૂપ બની શકે છે. રિપોર્ટ અનુસાર અહીં ભારતીય ટીમ છેલ્લા 30 વર્ષથી હારી નથી. ભારત અને આફ્રિકા મેચને લઇને જ્હોનિસબર્ગમાં હવામાનને લઇને મોટા સમાચાર આવ્યા છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતીને ટીમ ઈન્ડિયા હાલમાં 1-0થી આગળ છે. જો તે જોહાનિસબર્ગમાં જીતશે તો તે પ્રથમ વખત યજમાન દેશની ધરતી પર શ્રેણી જીતશે. ભારતીય ટીમ 1992 બાદ દક્ષિણ આફ્રિકામાં એકપણ શ્રેણી જીતી શકી નથી. જ્હોનિસબર્ગનું મેદાન પર ભારતનો રેકોર્ડ સારો છે. જ્હોનિસબર્ગમાં ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસના 30 વર્ષના ઈતિહાસમાં ક્યારેય હાર્યુ નથી. ભારતે અત્યાર સુધીમાં અહીં 5 ટેસ્ટ રમી છે અને તેમાંથી 2 જીતી છે અને 3 ડ્રો રહી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનો અહીં મધ્યમ રેકોર્ડ છે. તેઓ વાન્ડરર્સ ખાતે 42 ટેસ્ટ રમ્યા છે, જેમાં 18માં જીત અને 13માં હાર અને 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 01:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે. મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે.
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા