(Source: ECI/ABP News/ABP Majha)
ODI: શ્રીલંકા વિરુદ્ધ 3 વિકેટ મેળવતા જ કુલદીપ યાદવે પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
કુલદીપ યાદવને (Kuldeep Yadav) ચાઇનામેન બૉલર કહેવામાં આવે છે અને હાલમાં તે શાનદાર લયમાં દેખાઇ રહ્યો છે.
IND vs SL 2nd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની ગઇકાલે બીજી વનડે મેચ રમાઇ, આ મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝમાં 2-0થી લીડ બનાવી અને સીરીઝને કબજે કરી લીધી. જોકે, હવે ત્રીજી વનડે માત્ર ઔપચારિક જ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના ચાઇનામેન બૉલર ગણાતા કુલદીપ યાદવે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઇકાલે કોલકત્તાના ઇડન ગાર્ડન્સ ખાતે બીજી ટી20માં કુલદીપ યાદવે ત્રણ વિકેટો ઝડપી આ સાથે જે તેને વનડેમાં મોટો રેકોર્ડ નોંધાવ્યો છે.
કુલદીપ યાદવને (Kuldeep Yadav) ચાઇનામેન બૉલર કહેવામાં આવે છે અને હાલમાં તે શાનદાર લયમાં દેખાઇ રહ્યો છે. તેને બીજી વનડેમાં શ્રીલંકા સામે 10 ઓવરો ફેંકી જેમાં 51 રન આપીને 3 વિકેટો પોતાના નામે કરી. આ દરમિયાન તેની ઇકોનૉમી 5.10 ની રહી. આ મેચમાં ત્રીજી વિકેટ ઝડપવાની સાથે જ કુલદીપ યાદવે પોતાની 200 ઇન્ટરનેશનલ વિકેટોનો આંકડો પાર કરી લીધો. કુલદીપે ઇન્ટરનેશનલ કેરિયરમાં 200 વિકેટો પુરી કરી લીધી છે. તે ભારતીય ટીમ તરફથી સર્વાધિક ઇન્ટરનેશન વિકેટો લેવાના મામલામાં 23મો ભારતીય બૉલર બની ગયો છે.
આ મેચમાં કુલદીપ યાદવે વિકેટકીપર બેટ્સમેને કુસલ મેન્ડિસ (34), ચરિથ અસલંકા (15) અને કેપ્ટન દાસુન શનાકા (2)ને પોતાનો શિકાર બનાવ્યા હતા. દાસુન શનાકાને તેને બૉલ્ડ કર્યો હતો.
IND vs SL 2nd ODI: બીજી વનડેમાં ભારતની 4 વિકેટથી જીત, શ્રીલંકા વિરુદ્ધની સીરીઝ 2-0થી જીતી
IND vs SL 2nd ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી લીધી છે, ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા તરફથી મળેલા 216 રનોના લક્ષ્યાંકને 40 બૉલ બાકી રહેતા 4 વિકેટથી હાંસલ કરી લીધો છે. આ સાથે જ ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-0થી લીડ બનાવીને સીરીઝ પર કબજો જમાવી લીધો છે. હવે ત્રીજી વનડે માત્ર ઔપચારિક બની રહેશે.
કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડેની શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે ભારતીય ટીમને જીત માટે 216 રનોનો ટાર્ગેટ આપ્યો હતો.
કોલકત્તનાના ઇડન ગાર્ડન્સ મેદાન પર બીજી ઇનિંગમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટના નુકશાને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો, આ સાથે જ ટીમ ઇન્ડિયાએ સીરીઝ પર પણ કબજો જમાવી દીધો હતો.