IND vs SL, Pink Ball Test: ડે-નાઇટ ટેસ્ટમાં ત્રણ ગુજરાતી સાથે ઉતર્યુ ટીમ ઈન્ડિયા, ભારતની પ્રથમ બેટિંગ
Pink Ball Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી ડે નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો છે.
IND vs SL, Pink Ball Test: ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં રમાઈ રહેલી ડે નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો છે. ભારત આ મેચમાં ત્રણ ગુજરાતી ખેલાડી સાથે રમી રહ્યું છે. હાલ ભારતનો સ્કોર 30 રન પર 2 વિકેટ છે. મયંક અગ્રવાલ 4 રન બનાવી રન આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા પણ 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
🚨 Team News 🚨
— BCCI (@BCCI) March 12, 2022
1⃣ change for #TeamIndia as Axar Patel is named in the team. #INDvSL | @Paytm
Follow the match ▶️ https://t.co/t74OLq7xoO
Here's our Playing XI for the pink-ball Test 🔽 pic.twitter.com/4ObSFoM7wU
વિરાટ કોહલી IPL હોમગ્રાઉન્ડમાં સદી મારશે ?
વિરાટ કોહલી આઈપીએલના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કારકિર્દીની 71મી સદી ફટકારશે તેવી આશા રાખવામાં આવી રહી છે. કોહલી છેલ્લી28 ઈનિંગની ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી. કોહલીએ તેનીછેલ્લી ટેસ્ટ સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામેની નાઇટ ટેસ્ટમાં મારી હતી. તેથી હવે તે આ ડે નાઇટ ટેસ્ટમાં સદીના દુકાળનો અંત આણે તેવી આશા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
ICC Women's World Cup 2022: મહિલા વર્લ્ડકપમાં ભારતીય બોલર Jhulan Goswami એ રચ્યો ઈતિહાસ, જાણો વિગત
ICC Women's World Cup 2022: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 155 રનથી આપી હાર, હરમનજીત અને સ્મૃતિ મંધાનાની સદી
ઘરમાં રહેલો તુલસીનો છોડ પણ કરે છે ભવિષ્યની ઘટનાનો ઈશારો, પહેલા જ જાણી લો આ સંકેત
Govt Jobs: સરકારી નોકરી મેળવવા માંગો છો તો અહીં કરો અરજી, મળશે દોઢ લાખથી વધુ પગાર
ICC Women's World Cup 2022: ભારતની કેપ્ટન મિતાલી રાજે રચ્ચો ઈતિહાસ, આ મામલે બની નંબર વન