IND vs SL T20I Score : રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે.
LIVE
Background
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.00 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મુકાબલો રમાશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. બીજી તરફ હવામાનને જોતા અહીં ઝાકળ પડવાની પ્રબળ શક્યતા છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. જો કે, આ મેદાન પર કોઈપણ રન ચેઝ કરી શકાય છે. આવી સ્થિતિમાં, ઝાકળ સિવાય, ટોસ જીત્યા પછી બોલિંગ કરવાનું બીજું કારણ પણ છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઈશાન કિશન (વિકેટકિપર), ઋતુરાજ ગાયકવાડ/શુબમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
આમને સામને રેકોર્ડ
ભારત અને શ્રીલંકાની ટીમ અત્યાર સુધીમાં 26 વખત સામસામે આવી ચુકી છે. આમાં 17 મેચો ભારતીય ટીમે જીતી છે, જ્યારે 8 મેચ શ્રીલંકાના પક્ષમાં ગઈ છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા વાનખેડેમાં ચાર T20 મેચ રમી છે. અહીં તેને બેમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું
IND vs SL T20I Score : રોમાંચક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રને હરાવ્યું છે. છેલ્લી ઓવરમાં શ્રીલંકને જીત માટે 11 રનની જરુર હતી. તેઓ માત્ર 8 રન બનાવી શક્યા. ભારતની રોમાંચક મેચમાં 2 રનથી જીત થઈ છે. ભારતીય ટીમે શ્રીલંકાને જીત માટે 20 ઓવરમાં 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો
મુંબઈના વાનખેડે ખાતે રમાઈ રહેલી પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત બાદ શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ એક સમયે 94 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી દીપક હુડ્ડાએ 23 બોલમાં અણનમ 41 રન અને અક્ષર પટેલે 20 બોલમાં અણનમ 31 રન બનાવીને મેચને પલટી નાખી હતી. આ સિવાય ઈશાન કિશને 37 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 29 રન બનાવ્યા હતા.
હાર્દિક પંડ્યા 29 રન બનાવી આઉટ
ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 29 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 14.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા છે. દિપક હુડ્ડા 6 રન બનાવી મેદાન પર છે.
ઈશાન કિશન 37 રન બનાવી આઉટ
ઈશાન કિશન 37 રન બનાવી આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ 14 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવી લીધા છે.
ભારતના 10 ઓવરમાં 75 રન
ટીમ ઈન્ડિયાએ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 75 રન બનાવી લીધા છે. ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા બંને મેદાન પર છે.