(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL T20I: 3જી જાન્યુએ પ્રથમ ટી20માં ભારત-શ્રીલંકા વચ્ચે થશે જોરદાર ટક્કર, જાણો ક્યાંથી જોઇ શકાશે મેચ
નવા વર્ષના જશ્ન બાદ હવે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે આગામી 3જી જાન્યુઆરી 2023ના રોજ ટી20 સીરીઝમાં ટક્કર જોવા મળશે.
India vs Sri Lanka: નવા વર્ષના જશ્ન બાદ હવે ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચે આગામી 3જી જાન્યુઆરી 2023ના રોજ ટી20 સીરીઝમાં ટક્કર જોવા મળશે. બન્ને ટીમોએ આ માટે ખુબ મહેનત કરી છે. આ સીરીઝ માટે તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. એકબાજુ શ્રીલંકને કેપ્ટન દાસુન શનાકા છે, તો બીજીબાજુ રોહિત શર્મા એક્શનમા દેખાશે. જાણો આ સીરીઝની મેચો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ.......
ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝની પહેલી મેચ 3જી જાન્યુઆરીએ રમાશે, બન્ને ટીમો વચ્ચે કુલ ત્રણ મેચો રમાવવાની છે, આ સીરીઝનું લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકશો. વળી, ફેન્સ મેચનો આનંદ ડિઝ્ની +હૉટસ્ટાર પરથી પણ માણી શકશે. વળી, જિઓ યૂઝર્સ આ મેચને ફ્રીમાં જિઓ ટીવી એપ પરથી જોઇ શકશે.
ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
શુભમન ગીલ, ઇશાન કિશાન, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડ્ડા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક.
ભારત અને શ્રીલંકા સીરીઝનું પુરેપુરુ શિડ્યૂલ -
શ્રીલંકન ટીમ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ટી20 સીરીઝથી કરશે, આ સીરીઝની પહેલી મેચ 3 જાન્યુઆરીએ મુંબઇમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને ત્રીજી મેચ અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. વળી, આ પછી બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પણ રમશે. જેની પહેલી મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટી, બીજી વનડે 12 જાન્યુઆરીએ કોલકત્તામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.
હાર્દિક કરશે ટી20 ટીમની કેપ્ટનશીપ -
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ સીરીઝમાં હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટન બનાવી શકે છે, હાર્દિકે આ પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી, આ સીરીઝમાં ટીમ ઇન્ડિયાએ કીવી ટીમને 1-0થી હરાવી હતી, વર્લ્ડકપ બાદથી જ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાનો નવો ટી20 કેપ્ટન બનાવવાની વાત ચાલી રહી છે. આવામાં સંભવ છે કે, હાર્દિક પંડ્યાને ટી20 કેપ્ટનશીપ મળી શકે.
રોહિત શર્માની કેપ્ટનશિપ ટી20 વર્લ્ડકપની હાર બાદથી જ ખતરામાં છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત આ વર્ષે એશિયા કપ 2022 ની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું, જેમાં તેમનો જોરદાર રેકોર્ડ છે. એવામાં રોહિત શર્માનું ટી20 ટીમના કેપ્ટન રહેવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે.