IND vs WI 3rd ODI: આ યુવા ખેલાડીઓને મળી શકે છે ડેબ્યૂની તક, અનેક ફેરફાર સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. પ્રથમ બે વન-ડે જીતીને રોહિત બિગ્રેડ અગાઉથી જ સીરિઝ જીતી ચૂકી છે.
Avesh Khan and Ravi Bishnoi, Team India Playing 11: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની અંતિમ મેચ 11 ફેબ્રુઆરીના રોજ રમાશે. પ્રથમ બે વન-ડે જીતીને રોહિત બિગ્રેડ અગાઉથી જ સીરિઝ જીતી ચૂકી છે. એવામાં ત્રીજી વન-ડે સીરિઝ જીતીને ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ કરવા માંગશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા મોટા ફેરફાર કરી શકે છે.
રવિ બિશ્નોઇ અને આવેશ ખાનને મળી શકે છે ડેબ્યૂની તક
ઝડપી બોલર આવેશ ખાનને અનેકવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તેને હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. એવામાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટીમ ઇન્ડિયા સીરીઝ જીતી ચૂકી છે ત્યારે કેપ્ટન રોહિત શર્મા આવેશ ખાનને ડેબ્યૂ કરવાની તક આપી શકે છે.
લેગ સ્પિનર રવિ બિશ્નોઇને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વન-ડે અને ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તેને પ્રથમવાર નેશનલ ટીમમાં સ્થાન અપાયું છે. ભારત-2-0થી સીરીઝમાં આગળ છે એવામાં કેપ્ટન રોહિત શર્મા રવિ બિશ્નોઇને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે.
ટીમ ઇન્ડિયાએ બીજી વન-ડેમાં 44 રનથી જીત હાંસલ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ભારતે આ રેકોર્ડ 11મી સીરિઝ જીતી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ વન-ડે ક્રિકેટ ઇતિગાસમાં કોઇ એક ટીમ વિરુદ્ધ સંયુક્ત રીતે સૌથી વધુ દ્ધિપક્ષીય સીરિઝ જીતનારી ટીમ બની ગઇ છે. પાકિસ્તાને 1996થી 2021 વચ્ચે શ્રીલંકા વિરુદ્ધ સતત 11 વન-ડે સીરિઝ જીતી હતી.