શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs ENG: ઇંગ્લેન્ડની સામે સૂર્યા અને સિરાજનું પત્તુ કપાશે, બે મેચ વિનરો ટીમમાં થશે સામેલ, આ છે સંભવિત પ્લેઇંગ-11

ઈજાના કારણે હાર્દિક ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શક્યો ન હતો. હાલ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર લઇ રહ્યો છે

India's Probable Playing XI Vs England: આઇસીસી વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ખુબજ ઉમદા રહ્યું છે. શરૂઆતની પાંચે મેચોમાં વિરૂધીઓને ધૂળ ચટાડીને ટૉપ પર પહોંચ્યુ છે. સતત પાંચ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ 2023ની છઠ્ઠી મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 29 ઓક્ટોબર, રવિવારે લખનઉના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. ટીમ ઈન્ડિયા બે દિવસના વિરામ બાદ ધર્મશાળાથી લખનઉ જશે. લખનઉમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યાની વાપસી લગભગ નક્કી છે, પરંતુ એક સ્પેશ્યલ બેટ્સમેન તરીકે, કારણ કે તેને બૉલિંગ કરવા માટે હજુ ફિટ નથી, તેને આરામની જરૂર છે. 

ઈજાના કારણે હાર્દિક ન્યૂઝીલેન્ડ સામેની મેચ રમી શક્યો ન હતો. હાલ તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર લઇ રહ્યો છે. હાર્દિક પંડ્યા વિશે 'ઈનસાઈડસ્પોર્ટ્સ' સાથે વાત કરતી વખતે બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “હાર્દિક એનસીએની દેખરેખ હેઠળ છે. આ ચિંતાનો વિષય નથી. તેને માત્ર મચકૉડ છે અને અમે આશા રાખીએ છીએ કે તે બુધવાર અથવા ગુરુવાર સુધીમાં સ્વસ્થ થઈ જશે. તે બેટ્સમેન તરીકે પણ ખૂબ ઉપયોગી છે. "તેઓ નિયમિત ગતિએ બૉલિંગ કરી શકશે કે નહીં તે કન્ડિશન પર નિર્ભર રહેશે."

હાર્દિકની ગેરહાજરીમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમમાં બે ફેરફાર જોવા મળ્યા હતા. હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવ ટીમનો ભાગ બન્યો છે. જ્યારે મોહમ્મદ શમીના સ્થાને ઝડપી બૉલર શાર્દુલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં હાર્દિકના વાપસી બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી કોને બહાર કરવામાં આવશે તે પ્રશ્ન રહે છે. શમીએ વર્લ્ડકપમાં પોતાની પહેલી જ મેચમાં 5 વિકેટ લઈને મેનેજમેન્ટને ખુશ કરીને પસંદગીને મુશ્કેલ બનાવી દીધી છે.

આગામી મેચ લખનઉમાં રમાશે, જ્યાં સ્પિનરોને ખુબ મદદ મળે છે. આવી સ્થિતિમાં અશ્વિનનું રમવું લગભગ નક્કી છે. જો હાર્દિક ફિટ થઈ જશે તો તે સૂર્યકુમાર યાદવની જગ્યાએ બેટ્સમેન તરીકે રમી શકે છે. ટીમ ઈન્ડિયા લખનઉની પિચ પર માત્ર ત્રણ સ્પિનરો સાથે જવા ઈચ્છે છે.

આ સંયોજનથી મોહમ્મદ સિરાજને બેંચ પર બેસવું પડી શકે છે. સ્પિનર ​​અશ્વિન ફાસ્ટ બૉલર સિરાજનું સ્થાન લઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પ્લેઈંગ ઈલેવન રોહિત શર્મા કોની સાથે જાય છે. જો હાર્દિક ફિટ નહીં હોય તો સૂર્યા પ્લેઈંગ ઈલેવનમાં રહેશે તે નિશ્ચિત છે, પરંતુ બંને સ્થિતિમાં અશ્વિનનું આગમન લગભગ નિશ્ચિત છે.

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આવી હશે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા/સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરારHun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
The Sabarmati Report: PM મોદીએ જોઇ વિક્રાંત મેસીની The Sabarmati Report, ગોધરા કાંડ પર બની છે ફિલ્મ
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
AAI Recruitment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 190થી વધુ પદો પર બહાર પડી ભરતી, આ રીતે કરો અરજી
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
Sleeping Tips: શિયાળામાં જો તમે પણ સ્વેટર અને મોજા પહેરીને સૂઇ જાવ છો, તો વાંચો તેનાથી થતા નુકસાન
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
Ukraine War: 2025માં યુક્રેનને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપશે જર્મની, પુતિનને આપી ચેતવણી
Embed widget