Accident: અંકલેશ્વર પાસે બાકરોલ બ્રિજ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી, એક પરિવારના ત્રણનાં મોત
Accident: ભરૂચના અંકલેશ્વર પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા
Accident: ભરૂચના અંકલેશ્વર પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ભરૂતના અંકલેશ્વર પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. બાકરોલ બ્રિજ નજીક કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘૂસી જતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા હતા. કારમાં સવાર પરિવાર અજમેરથી મુંબઈ પરત ફરતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેઈનની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઈવે નંબર 48 પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચના અંકલેશ્વર પાસે NH 48 મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ચાલતી કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઇ હતી. પરિવારના સાત પૈકી ત્રણના ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. 108 એમ્બ્યુલન્સ, ક્રેઇન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યૂ કરી ઇજાગ્રસ્તો કાઢી સારવાર અર્થે ખેસેડાયા હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાં પણ અકસ્માત
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં હોસ્પિટલમાં કાર ઘૂસી ગઇ હતી. મોડી રાત્રે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે દર્દીના પરિવારજનોના વાહનોને પણ નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
વડોદરામાં એક બાઇકને કન્ટેનરે ટક્કર મારતા બે યુવકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરાના હાલોલ રોડ પર જરોદ નજીક દર્શન હોટલ પાસે રાત્રે એક બાઇકને કન્ટેનરે ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર બે યુવકોના મોત થયા હતા. અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. અકસ્માત બાદ કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો. જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હિરાપુરા ગામના બંન્ને આશાસ્પદ યુવાનના કરુણ મોત થયા હતા. મૃતકોની ઓળખ નરેશ વજેસીંગ રાઠોડ (20) અને સમીર પ્રવિણ સિંહ સોલંકી તરીકે થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Ahmedabad: અમદાવાદમાં એસપી રિંગ રોડ પર પતિ-પત્નીને ટ્રક ચાલકે કચડ્યા, ઘટનાસ્થળે જ મોત