શોધખોળ કરો

India’s Squad for ODI: સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન

India’s Squad for ODI: સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીમાં ઘણા યુવા ખેલાડીઓ રમતા જોવા મળશે.

India’s Squad for ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝ માટે રોહિત શર્માની જગ્યાએ શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બંને ટીમો વચ્ચેની વન ડે સિરીઝ 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટી20 વર્લ્ડ કપ 2022માં રમનાર ખેલાડીઓને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ શ્રેણીમાં ઘણા યુવા ખેલાડીઓ રમતા જોવા મળશે.

આ ધાકડ ખેલાડીઓને સ્થાન મળ્યું

આ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં શિખર ધવનને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે શ્રેયસ અય્યરને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. હાલમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી-20 સિરીઝમાં શ્રેયસ અય્યર પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે. ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનની પણ ટીમમાં વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યા ન હતા. વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકી), સંજુ સેમસન (વિકી), શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર , અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.

T20 World Cup માંથી બહાર નથી થયો જસપ્રીત બુમરાહ

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હજુ T20 વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ સમય બાકી છે, તેથી બુમરાહના રમવાની આશા રાખી શકાય. સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા કહ્યું કે જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાંથી બહાર નથી થયો અને તેના વિશે કંઈપણ કહેવું વહેલું છે. BCCI પ્રમુખે કહ્યું, “જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર નથી. વર્લ્ડ કપ શરૂ થવાનો સમય આવી ગયો છે. આપણે રાહ જોવી જોઈએ અને ઉતાવળમાં કંઈપણ ન બોલવું જોઈએ.

આ પહેલા એવા અહેવાલ હતા કે જસપ્રીત બુમરાહ પીઠના દુખાવાની સમસ્યાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ કમરના દુખાવાની સમસ્યાને કારણે એશિયા કપનો ભાગ પણ બની શક્યો ન હતો. પરંતુ જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની T20 વર્લ્ડ કપમાં રમવાની આશા હજુ પણ અકબંધ છે. આ ટુર્નામેન્ટ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવાની છે.

તાજેતરમાં જ એક માઠા સમાચાર આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બુમરાહ આ વર્ષે સતત ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. પહેલા તે એશિયા કપમાંથી બહાર થયો હતો, ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં વાપસી કરી હતી. હવે દક્ષિણ આફ્રિકા શ્રેણીની સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ બુમરાહને લઈને સંપૂર્ણ આશાવાદી છે. ટીમ મેનેજમેન્ટ અંતિમ ક્ષણ સુધી રાહ જોવાના મૂડમાં છે. જો આ દરમિયાન બુમરાહ સ્વસ્થ થઈ જશે તો BCCI બુમરાહને વર્લ્ડકપ માટે ટીમમાં રાખશે અને રમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ambalal patel: આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ એક નવી સિસ્ટમ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ એક નવી સિસ્ટમ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો
PM Modi Gujarat Visit:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિકાસકાર્યોની વણઝાર
Hun To Bolish : હું તો બોલીશ : સંયુક્ત પરિવારનો સુખી સંસાર
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દીના રવાડે વિદ્યાર્થીઓ કેમ?
Gujarat Dam:  ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક ડેમ છલકાયા, જુઓ અહેવાલ
Anand News : કેળાના ભાવ તળિયે જતાં આણંદના ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Ambalal patel: આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ એક નવી સિસ્ટમ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાઇ એક નવી સિસ્ટમ, જાણો ગુજરાત પર શું થશે અસર
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો
Gujarat Rain Update:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં નોંધાયો વરસાદ, જાણો વધુ ક્યાં વરસ્યો
PM Modi Gujarat Visit:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ
PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ શિડ્યુઅલ
Sanju Samson Century: 7 સિક્સ, 14 ચોગ્ગા.... એશિયા કપ અગાઉ સંજૂ સેમસનની તોફાની બેટિંગ, ફટકારી શાનદાર સદી
Sanju Samson Century: 7 સિક્સ, 14 ચોગ્ગા.... એશિયા કપ અગાઉ સંજૂ સેમસનની તોફાની બેટિંગ, ફટકારી શાનદાર સદી
'તેઓ બંધારણીય પદ પર હતા અને સારુ કામ કર્યું', જગદીપ ધનખડના રાજીનામા પર બોલ્યા અમિત શાહ
'તેઓ બંધારણીય પદ પર હતા અને સારુ કામ કર્યું', જગદીપ ધનખડના રાજીનામા પર બોલ્યા અમિત શાહ
Nikki Murder Case: મુખ્ય આરોપી વિપિનને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, સાસુની ધરપકડ, જાણો કેસમાં અત્યાર સુધીના અપડેટ્સ
Nikki Murder Case: મુખ્ય આરોપી વિપિનને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, સાસુની ધરપકડ, જાણો કેસમાં અત્યાર સુધીના અપડેટ્સ
Dream11એ તોડી BCCI સાથેની કરોડોની ડીલ! એશિયા કપમાં બદલાશે ટીમ ઈન્ડિયાની જર્સી, રિપોર્ટમાં મોટો ખુલાસો
Dream11એ તોડી BCCI સાથેની કરોડોની ડીલ! એશિયા કપમાં બદલાશે ટીમ ઈન્ડિયાની જર્સી, રિપોર્ટમાં મોટો ખુલાસો
Embed widget