શોધખોળ કરો
Advertisement
INDvAUS: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં કોને કોને મળ્યું સ્થાન, જુઓ લિસ્ટ
માટે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ આજે યુએઈ જશે. તેમની સાથે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી પણ જશે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જોડાતા પહેલા બાયો બબલમાં ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરી લેશે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ બીસીસીઆઈ દ્વારા વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ફેબ્રુઆરીમાં અંતિમ ઈન્ટરનેશલ મેચ રમ્યું હતુ. જે બાદ કોરોના મહામારીના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રવાસ રદ્દ કરીને સ્વદેશ પરત ફરી હતી. આ પછી ભારત એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યુ નથી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કુલ 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર સીરિઝ દરમિયાન બાયો સિક્યોર બબલમાં રહેશે. વન ડે સીરિઝ સિડની અને કેનબરામાં રમાશે. જે બાદ ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ આજે યુએઈ જશે. તેમની સાથે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી પણ જશે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જોડાતા પહેલા બાયો બબલમાં ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરી લેશે.
બીસીસીઆઈની મેડિકલ આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા અને ઈશાંત શર્માની ફિટનેસ પર પણ નજર રાખશે. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા ચાર વધારાના બોલર્સ- કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશન પોરેલ અને ટી નટરાજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ સાથે રહેશે.
ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), રિષભ પંત (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાઝ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion