ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી-20માં કોણ જીતશે? જાણો સટોડિયાઓની શું છે આગાહી? ક્યા ખેલાડી જોરદાર રમશે?
ખાસ વાત છે કે આ પીચ પર વિરાટ કોહલી યોગ્ય રીતે બેટિંગ ના કરી શક્યો અને પ્રથમ ટી20માં આદિલ રશીદના બૉલ પર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. કોહલીએ પણ એ વાતને સ્વીકારી છે કે તે ટી20માં યોગ્ય રીતે બેટિંગ નથી કરી શક્યો.
અમદાવાદઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નેરન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બીજી ટી20 મેચ રમાશે. બન્ને દેશો વચ્ચે પાંચ મેચોની ટી20 સીરીઝમાં પ્રથમ મેચ જીતીને ઇંગ્લિશ ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે. જ્યારે હાર બાદ ભારતીય ટીમ આજે જીતવા માટે કોશિશ કરશે. પરંતુ આ બધાની વચ્ચે સટોડિયાઓ એક્ટિવ થઇ ગયા છે.
બીજી ટી20 મેચને લઇને સટોડિયાઓ એક્ટિવ થઇ ગયા છે, સટ્ટાબજારમાં ઇંગ્લેન્ડ બૉલર જોફ્રા આર્ચર પર દાવ લગાવી રહ્યાં છે. સટ્ટા માર્કેટ પ્રમાણે આજની મચે પણ ઇંગ્લેન્ડ ટીમ જીતી શકે છે. સટ્ટા બજાર પ્રમાણે જોફ્રા આર્ચર પર વધુ અને કોહલી પર ઓછા પૉઇન્ટનો દાવો ચાલી રહ્યો છે. સટ્ટાબજાર પ્રમાણે જોફ્રા આર્ચર બે વિકેટ કે તેનાથી વધુ વિકેટ ઝડપી શકે છે. જ્યારે કોહલી 35 પૉઇન્ટની અંદર જ પરફોર્મ કરી શકે છે. સટ્ટાબજારના રેટ પ્રમાણે, જોફ્રા આર્ચર જોરદાર રમી શકે છે. રેટ- દરેક રનનો એક પૉઇન્ટ, દરેક કેચના 10 પૉઇન્ટ, દરેક વિકેટના 20 પૉઇન્ટ, દર સ્ટમ્પિંગના 25 પૉઇન્ટ રેટ ચાલી રહ્યો છે.
પ્રથમ ટી20માં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવર રમીને 7 વિકેટના નુકશાને ફક્ત 124 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લિશ ટીમે આ મેચ 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીતી લીધી હતી. ખાસ વાત છે કે આ પીચ પર વિરાટ કોહલી યોગ્ય રીતે બેટિંગ ના કરી શક્યો અને પ્રથમ ટી20માં આદિલ રશીદના બૉલ પર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. કોહલીએ પણ એ વાતને સ્વીકારી છે કે તે ટી20માં યોગ્ય રીતે બેટિંગ નથી કરી શક્યો.