IND Vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું
IND vs AFG Live Score T20 World Cup 2024: ટીમ ઇન્ડિયા આજે 2024 T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. સુપર-8માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ છે. અહીં તમને આ મેચની દરેક અપડેટ મળશે.
LIVE
Background
IND vs AFG Live Score T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા આજે 2024 T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. સુપર-8માં બંને ટીમોની આ પ્રથમ મેચ છે. અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં રોહિત સેના અફઘાન ટીમને બિલકુલ હળવાશથી લેવા માંગતી નથી. જો કે, અફઘાનિસ્તાનમાં પણ ઘણા મેચ વિનિંગ ખેલાડીઓ છે, જે અપસેટ સર્જવામાં માહિર છે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચનો ટોસ સાંજે 7.30 વાગ્યે થશે, જ્યારે મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. અફઘાનિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાને સુપર-8માં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો સામનો કરવાનો છે. આવી સ્થિતિમાં રોહિત સેના સુપર-8ની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે.
ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું
લીગ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાએ સુપર-8ની પણ જીત સાથે શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. સૂર્યકુમારના 28 બોલમાં 53 રનની મદદથી ભારતીય ટીમે પહેલા રમતા 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહને પણ 3 સફળતા મળી છે.
અફઘાનિસ્તાનની આઠમી વિકેટ પડી
અફઘાનિસ્તાનની આઠમી વિકેટ 18મી ઓવરમાં 121 રન પર પડી હતી. અર્શદીપ સિંહે છ બોલમાં બે રન બનાવીને રાશિદ ખાનને આઉટ કર્યો હતો. અર્શદીપની આ બીજી સફળતા છે.
અફઘાનિસ્તાનનો સ્કોર 84/5
13 ઓવર પછી અફઘાનિસ્તાનનો સ્કોર 5 વિકેટે 84 રન છે. નજીબુલ્લા ઝાદરાન 10 બોલમાં 9 રન બનાવીને રમતમાં છે. મોહમ્મદ નબી પણ પાંચ બોલમાં ત્રણ રન પર છે. જોકે, આ મેચ અફઘાનિસ્તાનની પકડથી દૂર થવા લાગી છે.
અફઘાનિસ્તાનની ત્રીજી વિકેટ પડી
અફઘાનિસ્તાને પાંચમી ઓવરમાં 23 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. જસપ્રિત બુમરાહે હઝરતુલ્લા ઝાઝાઈને આઉટ કરીને અફઘાનિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો હતો. ભારતીય બોલરો કહેર વર્તાવી રહ્યા છે.
ભારતે અફઘાનિસ્તાનને આપ્યો 182 રનનો ટાર્ગેટ
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) June 20, 2024
With that cracking shot, Suryakumar Yadav completes 2⃣0⃣0⃣ fours in T20Is! 🔥
An excellent 53-run knock off 28 balls comes to an end 👏
Follow The Match ▶️ https://t.co/xtWkPFabs5#T20WorldCup | #TeamIndia | #AFGvIND | @surya_14kumar pic.twitter.com/2cTpDN4qRw