શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં 20 વર્ષ પછી બની એવી ઘટના કે જે જાણીને થઈ જશો દંગ
ઓસ્ટ્રેલિયા તરફથી વિલ પુકોવસ્કી અને ભારત તરફથી નવદીપ સૈનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી વિલ પુકોવસ્કી અને ભારત તરફથી નવદીપ સૈનીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યુ છે.
ડેબ્યૂ મેચમાં પુકોવસ્કીએ ફિફ્ટી ફટકારી હતી અને તે ભારત માટે જોખમી સાબિત થઈ રહ્યો હતો ત્યારે ભારતના ડેબ્યૂ મેન નવદીપ સૈનીએ તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સાથે નવદીપ સૈની ડેબ્યૂ મેચમાં વિરોધી ટીમના ડેબ્યૂ ખેલાડીને આઉટ કરનારો ભારતનો પાંચમો બોલર બન્યો હતો. આ લિસ્ટમાં એક ગુજરાતી ક્રિકેટર પણ છે.
સૌથી પહેલા આવી ઘટના 1946માં બની હતી. વિજય હઝારેએ 1946માં લોર્ડ્સમાં એવી બેડસેરને આઉટ કર્યા હતા. બંનેની આ ડેબ્યૂ મેચ હતી. જે બાદ તે જ વર્ષે 1946માં લોર્ડ્સના મેદાન પર સુશિલ શિંદએ જેટી આઈકિને આઉટ કર્યા હતા.
1987-88માં દિલ્હીમાં અર્શદ અયુબે ડબલ્યુ બેન્જામિનને આઉટ કરતાં ત્રીજી ઘટના નોંધાઈ હતી. આ પછી 12 વર્ષના ગાળા બાદ ભારતીય બોલર્સે આ પરાક્રમ કર્યુ હતું. 2000-01માં ઢાકામાં ઝહીર ખાને બાંગ્લાદેશના મેહરાબ હોસનને આઉટ કર્યો હતો. બંને તેમના કરિયરની પ્રથમ ટેસ્ટ રમતા હતા.
આ ઘટના બાદ 20 વર્ષ પછી ભારતીય બોલરે આવું પરાક્રમ કર્યુ હતુ. સિડનીમાં રમાઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં નવદીપ સૈનીએ વિલ પુકોવસ્કીને આઉટ કર્યો હતો. બંને કરિયરની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion