શોધખોળ કરો
Advertisement
પુજારા 50 રન બનાવવા એટલા બોલ રમ્યો કે બની ગયો રેકોર્ડ, જાણો વિગતે
જોકે આ બંને ઇનિંગની એક સમાનતા એ પણ હતી કે બંને વખતે 50 પર જ આઉટ થયો હતો અને બંને વખતે વિકેટકિપરે જ કેચ કર્યો હતો.
સિડનીઃ ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં બનાવેલા 338 રનના જવાબમાં ભારતે 8 વિકેટ ગુમાવીને 210 રન બનાવી લીધા છે. પુજારા 50 રન બનાવી આઉટ થયો હતો. જોકે આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. પુજારાએ આજે તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી અડધી સદી ફટકારી હતી.
પુજારાએ અડધી સદી મારવા માટે 174 બોલ લીધા હતા. જોકે તે 50 રનના સ્કોર પર જ આઉટ થયો હતો. ચાલુ સીરિઝમાં પુજારાને ચોથી વખત કમિંસે આઉટ કર્યો હતો. જેની સાથે કમિંસ પુજારાને એક સીરિઝમાં 4 વખત આઉટ કરનારો પ્રથમ બોલર બન્યો હતો. કમિંસે ફેકેલા 129 બોલમાંથી પુજારા 119 બોલ પર રન બનાવી શક્યો નથી અને 4 વખત આઉટ થયો છે.
આ પહેલા પુજારાની ટેસ્ટ કરિયરમાં સૌથી ધીમી અડધી સદી સાઉથ આફ્રિકા સામે હતી. 2018માં જોહાનિસબર્ગમાં તેણે 173 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે આ બંને ઇનિંગની એક સમાનતા એ પણ હતી કે બંને વખતે 50 પર જ આઉટ થયો હતો અને બંને વખતે વિકેટકિપરે જ કેચ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement