શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ફેન્સને ગળે લગાડવો ભારતના આ ખેલાડીને પડી શકે છે ભારે, થઈ શકે છે કાર્યવાહી
મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્મા, રિષભ પંત અને નવદીપ સૈની એક હોટલમાં જમવા ગયા હતા. આ હોટલમાં એક ફેને 6683 રૂપિયા (118.69 ડોલર)નું બિલ ચૂકવ્યું હતું. જે બાદ રિષભ પંત ક્રિકેટ ફેનને ભેટ્યો હતો.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા નવી મુશ્કેલીમાં ફસાતી નજરે પડી રહી છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા થોડા દિવસોથી કોવિડ-19ના મામલામાં ઉછાળો આવ્યા છે અને ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડીએ બાયો બબલનો નિયમ તોડ્યો છે. રિપોર્ટ્સ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બાયો બબલના નિયમોનું ઉલ્લઘન કરતો નજરે પડ્યો હતો. મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્મા, રિષભ પંત અને નવદીપ સૈની એક હોટલમાં જમવા ગયા હતા. આ હોટલમાં એક ફેને 6683 રૂપિયા (118.69 ડોલર)નું બિલ ચૂકવ્યું હતું. જે બાદ રિષભ પંત ક્રિકેટ ફેનને ભેટ્યો હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આને બાયો બબલના નિયમોનું ઉલ્લંઘન માન્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. પંત અને અન્ય ખેલાડીઓ પર તપાસની શું અસર થશે તે ન કહી શકાય. પરંતુ આ ખેલાડીઓએ કોવિડ ટેસ્ટમાંથી ચોક્કસ પસાર થવું પડશે.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી હાલ 1-1થી બરાબરી પર છે. સીરિઝનો ત્રીજો મુકાબલો 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion