શોધખોળ કરો
Advertisement
ભારત સામે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર કેટલીક મેચો નહીં રમે, જાણો શું છે કારણ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર્સે એ વાતના સંકેત આપ્યા છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી ફરીથી હાંસલ કરવી તેમનુ લક્ષ્ય છે, એટલા માટે ટીમના ટૉપના ત્રણ ખેલાડીઓને કદાચ ટેસ્ટ સીરીઝ પહેલા કેટલીક મેચોમાંથી રાખવામાં આવશે, જેથી તેમને આરામ મળી શકે
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે લાંબા સમય બાદ ક્રિકેટ મેચો શરૂ થઇ રહી છે. ભારતની ક્રિકેટ ટીમ 27 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સાથે વનડે, ટી20 અને ટેસ્ટ મેચ રમશે. આ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ખેલાડીઓનુ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યુ છે. પરંતુ ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓને લઇને સંશયમાં છે, કેટલાક ફેરફાર કરી રહી છે. સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ ભારત વિરુદ્ધ બધી મેચો નહીં રમે.
જાણકારી અનુસાર ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયા રમાનારી ટી20 અને વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ ત્રણ ટૉપના ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ બધી મેચો નહીં રમે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર્સે એ વાતના સંકેત આપ્યા છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી ફરીથી હાંસલ કરવી તેમનુ લક્ષ્ય છે, એટલા માટે ટીમના ટૉપના ત્રણ ખેલાડીઓને કદાચ ટેસ્ટ સીરીઝ પહેલા કેટલીક મેચોમાંથી રાખવામાં આવશે, જેથી તેમને આરામ મળી શકે.
આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હાલ યુએઇમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020માં રમી રહ્યાં છે, અને બે મહિનાથી અહીં જ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ માનવુ છે કે ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવુ ખુબ જરૂરી છે. ટૉપના કેટલાક ખેલાડીઓમાં ફેરફાર કરીને રમાડવાની યોજના બનાવામાં આવી છે, અને એટલા માટે ફક્ત છ લિમીટેડ ઓવર્ડ મેચ માટે 18 સભ્યોનો ઓસ્ટ્રેલિયા સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ ઓપ્શન તેમની પાસે રહે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement