Rishabh Pant: ઋષભ પંત બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી કેમ થયો બહાર? BCCIએ આપ્યું કારણ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ વન-ડે સીરીઝની ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો છે. સ્પિનર અક્ષર પટેલ પણ પ્રથમ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.
🚨 UPDATE
In consultation with the BCCI Medical Team, Rishabh Pant has been released from the ODI squad. He will join the team ahead of the Test series. No replacement has been sought
Axar Patel was not available for selection for the first ODI.#TeamIndia | #BANvIND— BCCI (@BCCI) December 4, 2022
પંતની બદલીની જાહેરાત કરવામાં આવી નથી
બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે અપડેટ આપી છે. જોકે, ઋષભ પંતનું સીરિઝમાંથી બહાર થવાનુ સંપૂર્ણ કારણ સ્પષ્ટ નથી. પરંતુ બીસીસીઆઈએ નિશ્ચિતપણે કહ્યું છે કે તેને મેડિકલ ટીમની સલાહ પર મુક્ત કરવામાં આવ્યો છે. પંતના આઉટ થવાને કારણે કેએલ રાહુલને પ્રથમ વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી મળી છે.
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'BCCIની મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ પંતને ODI ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. તેમના બદલે અન્ય કોઇ ખેલાડીને સામેલ કરવાની કોઇ માંગ કરવાની નહોતી. અક્ષર પટેલ પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.
ઋષભ પંતને T20 વર્લ્ડ કપ 2022માં ઝિમ્બાબ્વે અને ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. બંને મેચમાં પંત તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને કુલ 9 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ તે નિરાશ થયો હતો અને તે T20 અને ODIની ચાર ઇનિંગ્સ સહિત કુલ 42 રન જોડવામાં સફળ રહ્યો હતો.
કુલદીપ સેનનું ડેબ્યુ
મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. આ મેચમાં ઝડપી બોલર કુલદીપ સેનને ભારત તરફથી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. IPL 2022માં કુલદીપે શાનદાર રમત દેખાડી હતી, જેના પછી તે લાઇમલાઇટમાં આવ્યો હતો.