(Source: ECI/ABP News/ABP Majha)
India vs England 1st ODI : આજે રમાશે પ્રથમ વનડે, કેપ્ટન કોહલી આ ખેલાડીને આપી શકે છે ડેબ્યૂની તક
ટી20 સીરિઝમાં ટીમ ઇન્ડિયામાં ભલે બુમરાહ ન હોય પરંતુ વનડે સીરિઝમાં ફાસ્ટ બોલિંગ વિભાગમાં ટીમને કોઈ મુશ્કેલી નહીં આવે.
India vs England 1st ODI: ટેસ્ટ અન ટી20 સીરીઝ જીતિયા બાદ હવે ટીમ ઇન્ડિયા આજથી શરૂ થઈ રહેલ ત્રણ મેચની વનડે સીરિઝમાં પણ જીતવાના ઈરાદા સાથે ઉતરશે, ટેસ્ટ અને ટી20 સીરિઝમાં વિરાટ સેનાએ પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ જોરદાર વાપસી કરતાં ટીમ ઇન્ડિયાએ બન્ને સીરિઝ પોતાના નામે કરી છે. વનડે સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
બુમરાહ વગર મજબૂત છે ભારતનો ફાસ્ટ બોલિંગ વિભાગ
ટી20 સીરિઝમાં ટીમ ઇન્ડિયામાં ભલે બુમરાહ ન હોય પરંતુ વનડે સીરિઝમાં ફાસ્ટ બોલિંગ વિભાગમાં ટીમને કોઈ મુશ્કેલી નહીં આવે. ભુવનેશ્વર કુમાર વનડે સીરિઝમાં લીડ બોલર હશે. જ્યારે શાર્દુલ ઠાકુર પણ ટીમમાં છે. ઉપરાંત મોહમ્મદ સિરાજ, ટી નટરાજન અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા શાનદાર યુવા બોલર પણ છે.
કૃણાલ પંડ્યાને મળી શેક છે ડેબ્યૂની તક
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વનડે સીરિઝમાં પણ ટીમ ઇન્ડિયાનો ભાગ નથી. ટેસ્ટ અને ટી20 સીરિઝમાં તેની ખોટ અક્ષર પટેલે પૂરી પાડી હતી, પરંતુ વનડે સરિઝમાં તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. એવામાં કેપ્ટન વિરાટ કોહલી વનડેમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કૃણાલ પંડ્યાને ડેબ્યૂની તક આપી શકે છે. ભારત માટે 18 ટી20 મેચ રમી ચૂકેલ કૃણાલના હાલના ફોર્મને ધ્યાનમાં રાખતા ટીમમાં સ્થાન મળી શકે છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે સીરીઝનો કાર્યક્રમ.......
પ્રથમ વનડે, 23 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
બીજી વનડે, 26 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
ત્રીજી વનડે, 28 માર્ચ 2021, બપોરે 1.30 કલાકે - મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ, પુણે
લાઇવ ટેલિકાસ્ટ....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સીરીઝની મેચ, તમે સ્ટાર સ્પૉર્ટ્સ હિન્દી HD/SD પરથી જોઇ શકશો. આ ઉપરાંત દૂરદર્શન પર પણ અવેલેબલ થશે. આ મેચ તમે Disney+ Hotstar પરથી પણ નિહાળી શકશો. જો તમે જિઓ યૂઝર હોય તો આ વનડે તમે JIO TV પરથી પણ જોઇ શકશો.
ભારતીય વનડે ટીમ-
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.
ઇંગ્લેન્ડ વનડે ટીમ-
ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉનાથન બેયરર્સ્ટો, સેમ બિલિંગ્સ, જોસ બટલર, સેમ કરણ, ટૉમ કરણ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટૉન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસી ટૉપલે, માર્ક વૂડ.