શોધખોળ કરો

IND vs ENG, 3rd T20: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગત

India vs England 3rd T20: પ્રથમ બે ટી20માંથી ઉપકેપ્ટન રોહિત શર્માને બહાર રખાયો હતો, પરંતુ આજે ટીમમાં તેની વાપસી થઈ છે અને સૂર્યકુમાર યાદવને બહાર કરાયો છે.

અમદાવાદઃ ક્રિકેટના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી પૈકીની ત્રીજી મેચ રમાઈ રહી છે.. મેચમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો ફેંસલો લીધો છે. પ્રથમ બે ટી20માં બન્ને ટીમો 1-1 બરાબરી કરી ચૂકી છે. પ્રથમ બે ટી20માંથી ઉપકેપ્ટન રોહિત શર્માને બહાર રખાયો હતો, પરંતુ આજે ટીમમાં તેની વાપસી થઈ છે અને સૂર્યકુમાર યાદવને બહાર કરાયો છે.

પ્રથમ 6 ઓવરના પાવરપ્લેના અંતે ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 24 રન છે. આ સાથે ભારતના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે ભારતે ટી-20માં પાવરપ્લેમાં સૌથી ઓછા રનનો ચોથો લઘુત્તમ સ્કોર નોંધાવ્યો હતો. આ પહેલા ભારતે 2016માં મિરપુરમાં પાકિસ્તાન સામે ટી-20માં પાવરપ્લેમાં 21 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. જે ભારતનો ટી-20માં પાવરપ્લેમાં અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. 2010માં બ્રિજટાઉનમાં ભારતે પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયા સામે 24 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. જે ત્રીજા ક્રમે છે. આ પહેલા અમદાવાદમાં જ ભારતે પાવરપ્લેમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો.

ટીમ ઇન્ડિયા માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સીરીઝ ખુબ મહત્વની છે. ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં પોતાના યુવા ખેલાડીઓને વધુમાં વધુ મોકો આપવા માગે છે. બીજી ટી20માં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ડેબ્યૂનો મોકો મળ્યો હતો. ઈશાન કિશને મળેલી તકનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જ્યારે આઈપીએલમાં પોતાની બેટિંગ દ્વારા વિરોધી ટીમ પર અનેક વખત ભારે પડનારા સૂર્યકુમાર યાદવને મોકો જ મળ્યો નહોતો. તેમ છતાં રોહિત શર્માને ટીમમાં સામેલ કરવા પર તેને કાઢી મુકવામાં આવ્યો છે.

ભારતીય ટીમઃ ઈશાન કિશન, રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેંદ્ર ચહલ

ઈંગ્લેન્ડની ટીમઃ જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેયરસ્ટો, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ

ખાલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ..

અમદાવાદમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે, આ કારણે મેચમાં દર્શકોને આવવાની અનુમતી નથી આપવામાં આવી. ગુજરાતી ક્રિકેટ સંઘે ફેંસલો હવે પછીની ત્રણેય ટી20 મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો ફેંસલો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, લગભગ 40 હજારથી વધુ ટિકીટો વેચાઇ ગઇ છે, પરંતુ હવે તે લોકોને તેમના ટિકીટના પૈસા પાછા આપી દેવામા આવશે.

ટીમ ઇન્ડિયાને આઇસીસીએ ફટકાર્યો છે દંડ....

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આજે ત્રીજી મેચ છે, અને આ મેચ પહેલા ભારતને મોટો ઝાટકો લાગ્યો છે. આઈસીસીએ રવિવારે રમાયેલ બીજી ટી20 મેચમાં સ્લો ઓવર રેટ માટે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 20 ટકા દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે, ભારતીય ટીમને મેચ દરમિયાન નક્કી સમયમાં એક ઓવર ઓછી ફેંકવાની દોષી ગણવામાં આવી છે. ત્યાર બાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે તેના પર દંડ ફટકાર્યો છે.

ટોપ સ્ટોરી

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ
IND vs SL 2nd Test: શુભમન ગિલ તોડી શકે છે જો રૂટનો મોટો રેકોર્ડ, જાણો શું છે ખાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget