![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ind vs Eng: ઈંગ્લેન્ડે વિરાટ કોહલી માટે સૌથી મોટા માથાના દુખાવા કયા ખેલાડીને વાઈસ કેપ્ટન બનાવ્યો ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ચોથી ટેસ્ટ શરૂ થશે. ઈંગ્લેન્ડે જોસ બટલરના સ્થાને મોઈન અલીને વાઈસ કેપ્ટન બનાવ્યો છે.
India vs England 4th Test: ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો ચોથો મુકાબલો 2 સપ્ટેમ્બરથી રમાશે. આ પહેલા ઈંગ્લેન્ડે ભારતીય ટીમ માટે માથાનો દુખાવો સાબિત થનારા મોઈન અલીને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. જોસ બટલર રજા પર હોવાથી મોઈન અલીને આ જવાબદારી સોંપવામાં આવી છે. બેયરસ્ટો ચોથી ટેસ્ટમાં વિકેટકિપિંગ કરશે. લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી જીત બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ભારતને હળવાશથી નથી લઈ રહ્યો. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ધબડકા બાદ ભારત બીજી ઈનિંગમાં અંગ્રેજ ટીમને ટક્કર આપશે તેમ લાગતું હતું પરંતુ ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતે 8 વિકેટ ગુમાવી દેતા કારમી હાર થઈ હતી.
Moeen Ali has been named as our vice-captain for the fourth LV= Insurance Test against India. Congrats, Mo! 👏 pic.twitter.com/4eYRn9WXWv
— England Cricket (@englandcricket) September 1, 2021
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે. બપોરે 3 કલાકે ટોસ ઉછાળવામાં આવશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સોની નેટવર્કની ચેનલ પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. જ્યારે જિયો ટીવી પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
કેવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક
BAN vs NZ: બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડ નતમસ્તક, સૌથી ઓછો સ્કોર બનાવી ઓલઆઉટ
ICC Test Rankings: રોહિતે કોહલીને પછાડ્યો, રૂટ બન્યો કિંગ, બોલર્સમાં બુમરાહને ફાયદો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)