IND vs NZ: તોફાની સદી બાદ સૂર્યકુમાર યાદવે ફેંસને કર્યા ખુશ, દર્શકો સાથે લીધી સેલ્ફી, વીડિયો વાયરલ
IND vs NZ: સૂર્યાએ 51 બોલમાં 217.64ની સ્ટ્રાઈક રેટથી 111 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું.
Surya Kumar Yadav With Fans: ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 ઈન્ટરનેશનલ મેચ બે ઓવલ, માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 65 રનથી જીત મેળવી હતી. આ મેચમાં ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તોફાની સદીની ઇનિંગ રમી હતી. સૂર્યાએ 51 બોલમાં 217.64ની સ્ટ્રાઈક રેટથી 111 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકારીને ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. તે જ સમયે મેચ પછી તે પ્રેક્ષકોની વચ્ચે પહોંચ્યો અને તેમની સાથે સેલ્ફી લઈને તેમની ખુશી બમણી કરી.
દર્શકોની વચ્ચે પહોંચ્યો સૂર્યકુમાર યાદવ
ન્યુઝીલેન્ડ સામે ધમાકેદાર સદીની ઇનિંગ રમ્યા બાદ અને કીવી ટીમને 65 રનથી હરાવ્યા બાદ ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સ્ટેડિયમમાં હાજર ભારતીય ચાહકોની વચ્ચે પહોંચી ગયા હતા. અહીં તેણે ચાહકો સાથે સેલ્ફી માટે પોઝ આપ્યા અને ઘણાને ઓટોગ્રાફ આપ્યા. મેચ બાદ સૂર્યકુમાર યાદવને પોતાની વચ્ચે જોઈને ચાહકોની ખુશી પણ બમણી થઈ ગઈ. સૂર્યાની આ હરકતોનો વીડિયો BCCIએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. BCCI દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સાઉથીએ સૂર્યકુમાર યાદવની જોરદાર પ્રશંસા કરી
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઝડપી બોલર ટિમ સાઉથીએ મેચ બાદ સૂર્યકુમાર યાદવના વખાણમાં ઘણું બધું કહ્યું. તેણે કહ્યું કે તે એવો ખેલાડી છે જે ઘણી રીતે હિટ કરી શકે છે. છેલ્લા 12 મહિનામાં તેનું ફોર્મ શાનદાર રહ્યું છે, જેમાં તેણે IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. આજે પણ તેની ઇનિંગ્સ શાનદાર હતી. ભારતમાં T20ના ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ છે. સૂર્યને 12 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો અને તે લાંબા સમયથી જે કરી રહ્યો છે તે કરી શકે છે. ભારતે માત્ર T20માં જ નહીં પરંતુ ત્રણેય ફોર્મેટમાં ઘણા મહાન ક્રિકેટરો પેદા કર્યા છે.
સૂર્યકુમારે રાહિતના રેકોર્ડની કરી બરાબરી
સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપનું ફોર્મ જાળવી રાખતાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે સદી ફટકારતાં જ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ કેલેન્ડરમાં બે સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા 2018માં રોહિત શર્માએ આ પરાક્રમ કર્યુ હતું.
Winning hearts on & off the field - the @surya_14kumar way! 👏 👏
— BCCI (@BCCI) November 20, 2022
Coming 🔜 on https://t.co/Z3MPyesSeZ - a Chahal TV special - where SKY picks one fan from the stand to ask him a question 👌 👌#TeamIndia | #NZvIND | @yuzi_chahal pic.twitter.com/tfGvsypnq3