શોધખોળ કરો

INDvsNZ 1st T20i: ભારતની 6 વિકેટે શાનદાર જીત, શ્રેયસ અય્યરની આક્રમક ફિફટી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે, અને કિવી ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે

ઓકલેન્ડઃ ભારતે ઓકલેન્ડમાં પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. ભારતે 204 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં ચેઝ કર્યો હતો. શ્રેયસ ઐયરે આક્રમક ઈનિંગ રમતા ફિફટી મારી હતી. લોકેશ રાહુલે 27 બોલમાં 56 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે 29 બોલમાં નોટઆઉટ 58 રન બનાવ્યા હતા. ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી20 મેચ ઓકલેન્ડમાં રમાઇ હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને કિવી ટીમને પહેલા બેટિંગ કરવાનુ આમંત્રણ આપ્યુ હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર માર્ટિન ગપ્ટિલ અને કૉલિન મુનરોએ તાબડતોડ બેટિંગ કરી, ભારતીય બૉલરોની જબરદસ્ત ધોલાઇ કરતાં 7.5 ઓવરમાં જ 80 રન ફટકારી દીધા હતા. આઠમી ઓવરમાં માર્ટિન ગપ્ટિલને ભારતના યુવા ઓલરાઉન્ડર શિવમ દુબેએ બાઉન્ડ્રી પર રોહિત શર્માના હાથમાં ઝીલાવી દીધો હતો, માર્ટિન ગપ્ટિલ 30 રન બનાવીને આઉટ થયો હતો. શાર્દૂલ ઠાકુરે 11.5 ઓવરમાં ઓપનર કૉલિન મુનરોને ચહલના હાથમાં ઝીલાવી દીધો, મુનરોએ 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 59 રન બનાવીને આઉટ થયો હતો. બાદમાં રવિન્દ્ર જાડેજાએ કૉલિન ડી ગ્રાન્ડહૉમને 0 શૂન્ય રને શિવમ દુબેના હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો. યુજવેન્દ્ર ચહલે ભારતને ચોથી સફળતા અપાવી, કિવી કેપ્ટન કેન વિલિયમસનને કોહલીના હાથમાં 51 રનના અંગત સ્કૉરે ઝીલાવી દીધો હતો. જસપ્રીત બુમરાહે ટીમને પાંચમી સફળતા અપાવતા ટિમ સેઇફર્ટને 1 રને અય્યરના હાથમાં કેચઆઉટ કરાવી દીધો હતો. કિવી ટીમે આક્રમક બેટિંગ કરતાં 5 ઓવરમાં 50 રન બનાવી લીધા હતા. ઓપનરોની તાબડતોડ બેટિંગથી ભારતીય બૉલરો ધોવાયા હતા. પ્રથમ ટી20 મેચમાં વિરાટ કોહલીએ પંતનુ પત્તુ કાપી નાંખ્યુ છે, ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં કેએલ રાહુલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી, હવે ન્યૂઝીલેન્ડ સામે પણ રાહુલને જ આ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ટીમઃ- રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી. ન્યૂઝીલેન્ડ ટીમઃ- માર્ટિન ગપ્ટિલ, કૉલિન મુનરો, કેન વિલિયમસન (કેપ્ટન), ટીમ સેઇફર્ટ, રૉસ ટેલર, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિસેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર, હેમિશ બેન્નેટ. નોંધનીય છે કે આઇસીસી વનડે વર્લ્ડકપ 2019 બાદ બન્ને ટીમો પહેલીવાર આમને સામને થઇ રહી છે, બન્ને ટીમો વર્લ્ડકપ સેમિફાઇનલમાં ટકરાઇ હતી, જેમાં કિવી ટીમને કોહલી એન્ડ કંપનીને હાર આપીને વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે, કિવી ટીમ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગઇ હતી. ભારત v ન્યૂઝીલેન્ડ ટી-20 સીરીઝ કાર્યક્રમ પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Gold Rate Today: સોનામાં જબરદસ્ત ઘટાડો, અમેરિકામાં રેટ કટ બાદ ભાવમાં જંગી કડાકો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
Embed widget