IND vs PAK: Rahul Dravid એ 4 અક્ષરનો આ શબ્દ પ્રેસ કોન્ફરન્સમાં બોલવા ના પાડી અને હસી પડ્યો, જુઓ વીડિયો
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4ની મેચ રમાશે. આજે રમાનારી આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે.
India vs Pakistan Asia Cup 2022 Dubai: એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-4ની મેચ રમાશે. આજે રમાનારી આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મેચ પહેલા ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દ્રવિડની પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જેમાં દ્રવિડ 4 અક્ષરનો એક શબ્દ બોલતા શરમાતો જોવા મળ્યો હતો. રાહુલ દ્રવિડે રમૂજી અંદાજમાં આ 4 અક્ષરનો શબ્દ બોલવાની ના પાડી દીધી હતી.
જે શબ્દ બોલવાનો હતો તે 4 અક્ષરનો છે: દ્રવિડ
ભારત-પાકિસ્તાન મેચ પહેલા દ્રવિડ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન દ્રવિડને બંન્ને ટીમોની બોલિંગ લાઇન-અપ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેણે કહ્યું, "હું એક શબ્દ કહેવા માંગતો હતો, પરંતુ તેનો ઉપયોગ કરી શકતો નથી." આ પછી દ્રવિડ હસવા લાગ્યો. આ જોઈને ત્યાં હાજર લોકો પણ હસવા લાગ્યા. તેણે કહ્યું, "મારા મનમાં શબ્દ છે, તે મારા મોઢામાંથી નીકળવાનો જ હતો. પરંતુ તેનો ઉપયોગ કરી શકતા નથી. હું જે શબ્દ બોલવાનો હતો તે 4 અક્ષરનો છે. અને તેની શરૂઆત Sથી થાય છે." આ પછી દ્રવિડે એ શબ્દ ઉપયોગ ના કરીને કહ્યું કે, "અમે ભલે ગ્લેમરસ દેખાતા ન હોઈએ, પરંતુ અમારી પાસે એવા ખેલાડીઓ છે જે પરિણામ આપે છે."
Jammy Sir trying to avoid using ‘Sexy’ for pak bowlers 🤣 #indvPakpic.twitter.com/lT2AAmnNuv
— Mon (@4sacinom) September 3, 2022
દ્વવિડનો ફની અંદાજ જોવા મળ્યોઃ
નોંધનીય છે કે, દ્રવિડને તેની કારકિર્દી દરમિયાન ખૂબ જ ગંભીર ખેલાડી માનવામાં આવતો હતો, પરંતુ કોચ બન્યા બાદ તેની ફની સ્ટાઇલ પણ જોવા મળી હતી. આ પહેલાં પણ તે ઘણા પ્રસંગોએ ફની અંદાજમાં જોવા મળ્યો છે. દ્રવિડ ટીમના ખેલાડીઓ સાથે પણ સામાન્ય રીતે વ્યવહાર કરે છે.