ભારત અને પાકિસ્તાનની મેચ અગાઉ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે શું આપ્યું નિવેદન, જાણો
ટી-20 વર્લ્ડકપ 2021માં 24 ઓક્ટોબરના દિવસે ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડકપમાં આજ સુધી પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નથી.
ટી-20 વર્લ્ડકપ 2021માં 24 ઓક્ટોબરના દિવસે ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડકપમાં આજ સુધી પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નથી. ભારત અને પાકિસ્તાનની મેચ અગાઉ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ જીતવા માટેની ફેવરિટ છે. પોતાની યુ-ટ્યુબ ટેનલ પર વાત કરતા તેમણે કહ્યું કે કોઇ પણ ટુનામેન્ટમાં એમ કહી ના શકાય કે આ ટીમ ટાઇટલ જીતશે. પરંતુ કઇ ટીમ પાસે જીતવાનો ચાન્સ વધારે છે એમ કહેવું હોય તો મારા મતે આ ટુનામેન્ટમાં અન્ય ટીમોની સરખામણીએ ભારતીય ટીમ પાસે જીતવાનો વધુ ચાન્સ છે.
ભારત પાસે ટી-20 ફોર્મેટના અનુભવી ખેલાડીઓ છે. આ પ્રકારની પીચો પર ભારતીય ટીમ દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે. ભારત પાકિસ્તાનની મેચ પર તેમણે કહ્યું કે આ મેચ પણ અગાઉની મેચ જેવી હશેય આ પ્રકારનો હાઇપ અન્ય કોઇ મેચમાં હોતો નથી.
ભારત સામે પાકિસ્તાનનો કેવો છે વર્લ્ડકપ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરના વર્લ્ડકપમાં મળીને 12 મુકાબલા રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં પણ ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.
પાકિસ્તાન સામેની મેચ પહેલા નર્વસ છે Kohli ? વિરાટએ આપ્યો આવો જવાબ
સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપનો સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબેર, રવિવારે છે. એશિયાના બે કટ્ટર હરિફના આ મુકાબલાની ફેન્સ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ મહામુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કર્યુ છે.
કોહલીએ એ સવાલનો જવાબ આપ્યો છે જે સામાન્ય રીતે દરેક ફેન્સ જાણવા માંગે છે. શું પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા તે નવર્સ છે ? જેનો જવાબ કોહલીએ નામાં આપ્યો છે.