India Women's Squad: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતે કરી ટીમની જાહેરાત, જુઓ હરમનપ્રીત સાથે કોને કોને મળ્યું સ્થાન
India Women vs Australia Women ODI: ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી માટે મહિલા ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં રમશે.
India Women vs Australia Women ODI: મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ભારતે ઓસ્ટ્રેલિયા સામેની મહિલા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓને પણ તક મળી છે. સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા અને પ્રિયા મિશ્રા ટીમનો ભાગ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ 5 ડિસેમ્બરે રમાશે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ માટે ટીમમાં જેમિમાહ રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા અને રિચા ઘોષનો સમાવેશ કર્યો છે. દીપ્તિએ ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. હરલીન અને રિચાએ પણ પોતાની તાકાત બતાવી. ભારતની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાના પણ ટીમનો એક ભાગ છે. પરંતુ શેફાલી વર્માને ટીમમાં સ્થાન મળ્યું નથી.
ટીમ ઈન્ડિયાએ તિતાસ સાધુ, અરુંધતિ રેડ્ડી અને રેણુકા સિંહને પણ તક આપી છે. સાયમા ઠાકોર અને તેજલ પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે 5 ડિસેમ્બરે રમાશે. બીજી વનડે 8મી ડિસેમ્બરે રમાશે. આ બંને મેચ બ્રિસ્બેનમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વનડે પર્થમાં રમાશે.
ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતની ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા (વિકેટકેટર), રિચા ઘોષ (વિકેટે), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા , મિન્નુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર અને સાયમા ઠાકોર.
A look at #TeamIndia's ODI squad for the upcoming tour of Australia 👌👌#AUSvIND pic.twitter.com/q0LRy53sSD
— BCCI Women (@BCCIWomen) November 19, 2024
આ પણ વાંચો : BGT 2024: વિરાટ કોહલી નહીં પરંતુ ભારતના આ ખેલાડીથી ડરે છે ઓસ્ટ્રેલિયન ટીમ, તેને અનેક વાર શાનદાર પ્રદર્શન કર્યું છે