(Source: ECI/ABP News/ABP Majha)
IND vs SL: આગામી શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં રોહિત શર્મા નહીં રમે, જાણો કોને સોંપવામાં આવશે કેપ્ટનશીપ ?
IND vs SL ODI Series Indian Captain: ટી20 વર્લ્ડકપ 2024 પુરો થયા બાદ હવે ભારતીય ટીમ તેની પ્રથમ ODI સીરીઝ રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. ભારતીય ટીમ ઓગસ્ટ મહિનામાં 3 મેચની વનડે સીરીઝ રમવા જઈ રહી છે
IND vs SL ODI Series Indian Captain: ટી20 વર્લ્ડકપ 2024 પુરો થયા બાદ હવે ભારતીય ટીમ તેની પ્રથમ ODI સીરીઝ રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. ભારતીય ટીમ ઓગસ્ટ મહિનામાં 3 મેચની વનડે સીરીઝ રમવા જઈ રહી છે. પરંતુ આ સીરીઝ પહેલા કેપ્ટનશીપને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે સમાચાર છે કે આ સીરીઝ દરમિયાન સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે, જેમાં રોહિત શર્મા પણ સામેલ છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં શ્રીલંકા વિરૂદ્ધ રમશે ટીમ ઇન્ડિયા
InsideSports ના અહેવાલ મુજબ, BCCI એ છેલ્લા ત્રણ મહિનાથી સતત રમી રહેલા આ અનુભવી ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રોહિત શર્મા, જેણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝથી લઈને તાજેતરમાં પૂરા થયેલા ટી20 વર્લ્ડકપ સુધી સતત ક્રિકેટ રમી છે.
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું - બંને ખેલાડીઓની ODI ટીમમાં પસંદગી નિશ્ચિત છે અને ચેમ્પિયન્સ ટ્રૉફી પહેલા ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની સીરીઝ તેમના માટે સારી પ્રેક્ટિસ હશે. બંને ખેલાડીઓ આગામી થોડા મહિનામાં ટેસ્ટ મેચોને પ્રાથમિકતા આપશે કારણ કે ભારત સપ્ટેમ્બરથી જાન્યુઆરી વચ્ચે 10 ટેસ્ટ મેચ રમશે.
વાસ્તવમાં, ભારતે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ મેચ, ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચ અને ત્યારબાદ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી માટે ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં પસંદગીકારો અને સિનિયર ખેલાડીઓનું માનવું છે કે વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે.
કોણ હશે ભારતીય ટીમનો કેપ્ટન ?
રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા સુકાનીપદ માટે સૌથી આગળ દેખાઈ રહ્યો છે, પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં કેપ્ટનશિપ કરી ચૂકેલા કેએલ રાહુલને પણ અવગણી શકાય તેમ નથી.
ભારતનો શ્રીલંકા પ્રવાસ ક્યારે ?
ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ અને ઓગસ્ટ 2024માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે રમવા માટે શ્રીલંકાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ત્રણ ટી20 મેચ અને ત્રણ ODI મેચોની સીરીઝ સામેલ છે.
ટી20 સીરીઝ -
ભારતીય ટીમ 27 જુલાઈએ શ્રીલંકા સામે પ્રથમ ટી20 મેચ રમશે, બીજી 28 જુલાઈએ અને છેલ્લી જુલાઈના રોજ રમશે. ભારતીય સમય અનુસાર આ ત્રણ ટી20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.
ODI સીરીઝ -
ભારતની શ્રીલંકા સામેની પ્રથમ ODI મેચ 2જી ઓગસ્ટે, બીજી 4ઠ્ઠી ઓગસ્ટે અને ત્રીજી 7મી ઓગસ્ટે રમાશે. તમને જણાવી દઈએ કે ત્રણેય ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે.