VIDEO: વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે બાદ શુભમન ગિલનું ઇંગ્લેન્ડમાં પણ તોફાન, ડેબ્યૂમાં જ ફટકારી ફિફ્ટી
ગિલે અહીં ગ્લેમૉર્ગન માટે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી, ગિલે અહીં ફરી એકવાર શાનદાર બેટિંગ સાથે ફિફ્ટી લગાવી.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. વેસ્ટ ઇન્ડિઝમાં વનડે સીરીઝમાં ધમાકેદાર બેટિંગ બાદ આ ફોર્મને તેને ઝિમ્બ્બાવે સામે પણ યથાવત રાખ્યુ હતુ, જોકે, ગિલની બેટિંગનુ તોફાને હવે ઇંગ્લેન્ડમાં પણ જોવા મળી રહ્યું છે. તેને 6 વનડેમાં 3 ફિફ્ટી અને 1 સદી ફટકારી હતી. એટલુ જ નહીં તે પ્લેયર ઓફ સીરીઝ પણ બન્યો હતો. હવે. ગિલે આ ફોર્મથી ઇંગ્લેન્ડમાં બૉલરોની ધુલાઇ કરી દીધી છે.
ગિલે અહીં ગ્લેમૉર્ગન માટે પોતાની ડેબ્યૂ મેચ રમી હતી, ગિલે અહીં ફરી એકવાર શાનદાર બેટિંગ સાથે ફિફ્ટી લગાવી. તેને કાઉન્ટી ચેમ્પીયનશીપના ડિવીઝન ટૂની એક મેચમાં વૉરરેસ્ટરશાયર વિરુદ્ધ આ ફિફ્ટી ફટાકરી છે.
𝗚𝗜𝗟𝗟 𝗙𝗜𝗙𝗧𝗬 5⃣0⃣
— Glamorgan Cricket 🏏 (@GlamCricket) September 7, 2022
Shubman Gill reaches his first Glamorgan half-century in typical fashion 🔥
𝗪𝗮𝘁𝗰𝗵 𝗹𝗶𝘃𝗲: https://t.co/LW3etGDnx7#GLAMvWOR | #GoGlam pic.twitter.com/cirf1JijmJ
શુભમન ગિલ ચોગ્ગા ફટકારનીને પોતાની ફિફ્ટી પુરી કરી હતી. શુભમન ગિલ 87 બૉલ રમ્યા અને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અર્ધશતક પુરુ કર્યુ હતુ. ગિલ ચાર દિવસીય મેચમાં પહેલી ઇનિંગમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
આ પણ વાંચો...........
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો
ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન
PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો