IND vs PAK: જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યા હાથ, બંધ કરી દીધો ડ્રેસિંગ રૂમ
સામાન્ય રીતે જોવા મળે છે કે જ્યારે પણ મેચ સમાપ્ત થાય છે, તે પછી તરત જ બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે

India vs Pakistan: ભારતીય ટીમે પાકિસ્તાનને બીજી મેચમાં હરાવ્યું છે. જોકે ભારતનો વિજય પહેલાથી જ નિશ્ચિત હતો પરંતુ ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડી હતી. આખી મેચમાં એક પણ વાર એવું લાગ્યું નહીં કે પાકિસ્તાની ટીમ ભારત સાથે સ્પર્ધા કરી રહી છે. પાકિસ્તાની ટીમ દરેક મોરચે નિષ્ફળ ગઈ હતી. સાત વિકેટથી મેચ જીત્યા પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જબરદસ્ત વલણ બતાવ્યું હતું. ભારતીય બેટ્સમેનોએ જીત બાદ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા.
"We gave them a proper reply": Indian skipper Suryakumar on no handshakes with Pakistan post-win
— ANI Digital (@ani_digital) September 14, 2025
Read @ANI Story | https://t.co/TvKEUlzUHd#SuryakumarYadav #TeamIndia #AsiaCup #INDvsPAK #cricket pic.twitter.com/rei2HZUlx3
સૂર્યાએ સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો
સામાન્ય રીતે જોવા મળે છે કે જ્યારે પણ મેચ સમાપ્ત થાય છે, તે પછી તરત જ બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે. પાકિસ્તાની ટીમે 20 ઓવર રમ્યા પછી 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા, એટલે કે ભારતને ફક્ત 128 રનની જરૂર હતી. ભારતની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. તે જોવાનું હતું કે ટીમ ઈન્ડિયા કેટલી ઓવરમાં જીત નોંધાવશે. સુફિયાન મુકીમ ઇનિંગની 16મી ઓવરમાં આવ્યો અને તેણે છઠ્ઠો બોલ ફેંકતા જ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.
CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD
ટીમ ઈન્ડિયા વિજય પછી તરત જ વાપસી કરી
ભારતીય ટીમે માત્ર 15.5 ઓવરમાં ત્રણ વિકેટે 131 રન બનાવ્યા અને સાત વિકેટથી મેચ જીતી લીધી હતી. સૂર્યા સાથે શિવમ દુબે બીજા છેડે હતો. સૂર્યા સીધો શિવમ પાસે ગયો અને સીધો પાછો ફરવા લાગ્યો હતો. એટલે કે, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનને સ્પર્શ કરવાની જરૂર પણ ન અનુભવી હતી. આ રીતે પાકિસ્તાની ખેલાડીઓનું અપમાન કરીને સૂર્યા મેદાન છોડીને બહાર નીકળી ગયો અને શાનદાર રીતે પાછો ફર્યો હતો.
આ પહેલા પણ સૂર્યાએ સલમાનને અવગણ્યો હતો
જ્યારે એશિયા કપ શરૂ થાય તે પહેલાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ સૂર્યાએ સલમાન અલી આગા પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. જ્યારે પાકિસ્તાની કેપ્ટને પોતે સૂર્યા તરફ હાથ લંબાવ્યો ત્યારે તેણે ફક્ત હાથ મિલાવ્યા અને વાત કર્યા વિના જ ચાલ્યો ગયો હતો. આ વિશે પણ ઘણી ચર્ચા થઈ હતી. એક રીતે તે પાકિસ્તાન પ્રત્યે સૂર્યાનો ગુસ્સો દર્શાવે છે.
ભારતની સતત બીજી જીત, સુપર 4 માં પ્રવેશ
ભારતીય ટીમે ટુર્નામેન્ટમાં સતત બે મેચ જીતી છે. પહેલા ભારતે UAE ને 9 વિકેટથી હરાવ્યું અને પછી પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતુ. બે મેચ જીતીને અને ચાર પોઈન્ટ મેળવીને ભારતીય ટીમે હવે આ ટુર્નામેન્ટના સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.



















