Virat Kohli Injured: ભારત માટે માઠા સમાચાર, વિરાટને પ્રેક્ટિસ દરમિયાન બૉલ વાગતા ઇજા, નેટ પ્રેક્ટિસ છોડીને જતો રહ્યો બહાર
વિરાટ કોહલીની ઇજા અંગે હજુ સુધી કોઇ મોટી જાણકારી સામે નથી આવી, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુ્દ્ધ મેચ માટેની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
Virat Kohli Injured: ઇંગ્લેન્ડ વિરુ્દ્ધ સેમિ ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમ અને ભારતીય ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાનો સ્ટારે બેટ્સમેન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થઇ ગયો છે, પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલીને ગ્રૉઇનમાં હર્ષલ પટેલનો બૉલ વાગતા ઇજાગ્રસ્ત થયો છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને નેટ પ્રેક્ટિસ અધવચ્ચેથી છોડીને બહાર જવુ પડ્યુ હતુ.
વિરાટ કોહલીની ઇજા અંગે હજુ સુધી કોઇ મોટી જાણકારી સામે નથી આવી, વિરાટ કોહલી ઇંગ્લેન્ડ વિરુ્દ્ધ મેચ માટેની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સેમિ ફાઇનલ મેચમાં દમદાર બેટિંગ કરવા માટે તેને નેટ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી, હર્ષલ પટેલ તેને બૉલિંગ કરી રહ્યો હતો, જોકે, હર્ષલનો એક ફાસ્ટ બૉલતી વિરાટના ગ્રૉઇનમાં ઇજા થઇ છે. વિરાટ ઇજા થતાંની સાથે જ નેટ્સમાથી બહાર નીકળી ગયો હતો અને પ્રેક્ટિસ પણ અધુરી છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, જો વિરાટની ઇજા વધુ ઘેરી હશે તો ઇંગ્લેન્ડ સામેની આવતીકાલની બીજી સેમિ ફાઇનલમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કેમ કે વિરાટ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સારુ પ્રદર્શન કરી રહ્યો છે, અને રન પણ ખુબ બનાવી રહ્યો છે. વિરાટના કારણે જ ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. હાલમાં વિરાટના કદનો કોઇ બીજો ખેલાડી ટીમ ઇન્ડિયા રિપ્લેસ નથી કરી શકતી.
T20 World Cup 2022: થોડી વાર માટે ટીમ ઈન્ડિયામાં પડી ગયો હતો સોંપો, કેપ્ટન રોહિત શર્માના જમણા હાથમાં થઈ ઈજા અને પછી....
T20 Word Cup 2022, Rohit Sharma: એડિલેડમાં જોરશોરથી સેમીફાઈનલની તૈયારી કરી રહેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના જમણા હાથમાં ઈજા થતાં થોડીવાર માટે નિરાશા થઈ હતી. નેટ પ્રેક્ટિસ દરમિયાન, રોહિત થ્રોડાઉન નિષ્ણાત રઘુનો એક બોલ ચૂકી ગયો અને ઈજાગ્રસ્ત થયો. આ પછી તેણે તરત જ ફિઝિયોની મદદ લેવી પડી. થોડા સમય બાદ તે ફરીથી પ્રેક્ટિસ સેશન માટે મેદાનમાં ઉતર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં જ ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમવાની છે. અહીં વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન દરમિયાન, રોહિત નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન થ્રો-ડાઉન નિષ્ણાતનો લેન્થ બોલ તેના હાથ પર વાગ્યો. આ પછી રોહિત પીડાથી રડતો જોવા મળ્યો હતો. તેણે તરત જ નેટ સેશન અધવચ્ચે જ છોડવું પડ્યું. આ પછી ફિઝિયોએ તેને મેદાન પર સારવાર આપી. આ દરમિયાન સ્ટાફના અન્ય સભ્યો પણ રોહિતની આ ઈજાની કાળજી લેતા રહ્યા.
જો ઈજા ગંભીર થશે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે
જો કેપ્ટન રોહિત શર્માની ઈજા ગંભીર બની જાય છે તો તે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. જો કે, રોહિત થોડા સમય પછી નેટ્સ પર પાછો ફર્યો અને થોડી બોલનો સામનો કરવો પડ્યો. એવું લાગે છે કે ઈજા બહુ ગંભીર નથી. પ્રેક્ટિસ સેશન બાદ રોહિતનું ટેસ્ટિંગ થઈ શકે છે. ત્યાર બાદ જ ઈજાની વિગતો વિગતવાર જાણી શકાશે.