શોધખોળ કરો
Advertisement
IPL ઓક્શનઃ કઇ ટીમ પાસે છે સૌથી વધુ પૈસા, કોણ કેટલા ખેલાડીઓ ખરીદી શકશે? જાણો અહીં
હરાજી માટે આઇપીએલ મેનેજમેન્ટે 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે
નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન માટે આજે કોલકત્તામાં હરાજી થવાની છે. કોલકત્તામાં અહીં પહેલીવાર હરાજી થઇ રહી છે. આઇપીએલ 2020ની હરાજીમાં કુલ 332 ખેલાડીઓ પર બોલી લાગવાની છે. આ વખતની બોલીમાં કુલ 73 ખેલાડીઓને ખરીદવામાં આવશે, જેમાં માત્ર 29 વિદેશી હશે.
ખેલાડીઓનું શોર્ટલિસ્ટ કરાયુ...
હરાજી માટે આઇપીએલ મેનેજમેન્ટે 332 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. જેમાં 186 ભારતીય ખેલાડીઓ, 143 વિદેશી ખેલાડીઓ અને એસોશિએટ નેશન્સના 3 ખેલાડીઓ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, હરાજીમાં કુલ 997 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ.
આઇપીએલ હરાજીનુ લાઇવ પ્રસારણ...
આજે (19 ડિસેમ્બરે) આઇપીએલની હરાજીની પ્રક્રિયાનુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને હૉટસ્ટાર (Star Sports & Hotstar) પર બપોરે 2:30 વાગે શરૂ થશે.
ખાસ વાત એ છે કે, આ વખતે આઇપીએલની હરાજીમાં કઇ ટીમ પાસે ખેલાડીઓને ખરીદવા માટે સૌથી વધુ પૈસા છે, અને કઇ ટીમ સૌથી વધુ ખેલાડીઓ ખરીદી શકે છે, તેનુ અહીં લિસ્ટ આપવામાં આવ્યુ છે. જુઓ લિસ્ટ....... IPL 2020: કઇ ટીમ ખરીદી શકશે સૌથી વધુ ખેલાડીઓ, કોની પાસે છે સૌથી વધુ રૂપિયા... ચેન્નાઇ સુપર કિંગ્સ - 5 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 14.60 કરોડ રૂપિયા દિલ્હી કેપિટલ્સ - 11 (5 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.85 કરોડ રૂપિયા કિંગ્સ ઇલેવન પંજાબ - 9 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 42.70 કરોડ રૂપિયા કોલકત્તા નાઇટ રાઇડર્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 35.65 કરોડ રૂપિયા મુંબઇ ઇન્ડિયન્સ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 13.05 કરોડ રૂપિયા રાજસ્થાન રૉયલ્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 28.90 કરોડ રૂપિયા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ - 12 (6 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.90 કરોડ રૂપિયા સનરાઇઝર્સ હૈદરાબાદ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 17.00 કરોડ રૂપિયાWho amongst these will draw the big bucks at the #IPLAuction????????? Let us know your thoughts. pic.twitter.com/XxyypOGWZo
— IndianPremierLeague (@IPL) December 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement