શોધખોળ કરો
IPL 2020: BCCIનો ખુલાસો, બે ખેલાડી સહિત 13 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જાણો વિગતે
યૂઈએમાં આઈપીએલ સાથે જોડાયેલા 13 લોકો કોરોનાથી સંક્રમિત થતા ખળભળાટ મચી ગઈ છે.
![IPL 2020: BCCIનો ખુલાસો, બે ખેલાડી સહિત 13 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જાણો વિગતે ipl 2020 bcci said that 13 people including two players test Corona positive IPL 2020: BCCIનો ખુલાસો, બે ખેલાડી સહિત 13 લોકો થયા કોરોનાથી સંક્રમિત, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/30203929/ipl-1-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશભરમાં ઝડપથી ફેલાય રહેલા કોરોના વાયરસે ક્રિકેટને પણ પ્રભાવિત કર્યું છે. કોરોના મહામારીના કારણે આઈપીએલ દેશની બહાર યૂએઈમાં રમાવાની છે. જેને લઈને કડક સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ યૂઈએમાં આઈપીએલ સાથે જોડાયેલા 13 લોકો કોરોનાથી સંક્રમિત થતા ખળભળાટ મચી ગઈ છે. આ અંગેની જાણકારી ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ આપી છે.
બીસીસીઆઈએ જાણકારી આપી છે કે, યૂએઈમાં આઈપીએલ ટીમમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સહિત આઈપીએલ સાથે સાથે જોડાયેલા સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. બીસીસીઆઈ અનુસાર યૂએઈમાં થયેલા 1,988 આરટી-પીસીઆર ટેસ્ટમાં 2 ખેલાડીઓ સહિત 13 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
આઈપીએલમાં ભાગ રહેલા તમામ ટીમોના ખેલાડી, બીસીસીઆઈ સભ્યો, સહયોગી સભ્ય, આઈપીએલ સંચાલન ટીમ, ટીમ મેનેજમેન્ટ, હોટલ અને સ્ટેડિયમમાં આવવા જવામાં જોડાયેલા સભ્યો સામેલ હતા.
BCCIનું કહેવું છે કે, કોરોનાના કારણે યૂએઈ IPL 2020ના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર સંક્રમિત મળી આવેલા લોકોને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સાથે બોર્ડે જણાવ્યું કે, આઈપીએલ દરમિયાન નિયમિત રીતે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થતો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)