શોધખોળ કરો
Advertisement
DC vs KXIP: સુપર ઓવરમાં મળેલ હારથી નિરાશ છે કેપ્ટન કેએલ રાહુલ, કહ્યું- આ ભૂલ થઈ....
રાહુલે આગળ કહ્યું કે, મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી, તેણે લગભગ અમને મેચ જીતાડી દીધી હતી.
IPL 2020 DC vs KXIP: આઈપીએલ 2020ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ પર રોમાંચક જીત નોંધાવી હતી. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં પ્રથમ બન્ને ટીમોએ 20-20 ઓવર્માં 8-8 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા. ત્યાર બાદ મેચનું પરિણામ લાવવા માટે સુપર ઓવર રમાઈ. સુવર ઓવરમાં પંજાબે દિલ્હીની સામે ત્રણ રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને દિલ્હીએ સરળતાથી મેળવી લીધો.
કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલ સુપર ઓવરમાં મળેલ આ હારથી ઘણાં નિરાશ છે. મેચ બાદ રાહુલે કહ્યું, ‘મારા માટે એ ખાટો મીઠો અનુભવ હતો. જો તમે અમારી ઇનિંગની 10મી ઓવરમાં કહેતા કે મેચ સુપર ઓવરમાં જશે તો હું માની લેત. ઠીક છે. કોઈ વાત નહીં. આ અમારી પ્રથમ મેચ હતી, અમે આ મેચથી ઘણું શીખ્યા છીએ.’
રાહુલે આગળ કહ્યું કે, મયંક અગ્રવાલે શાનદાર બેટિંગ કરી, તેણે લગભગ અમને મેચ જીતાડી દીધી હતી. તેની બેટિંગથી અન્ય ખેલાડીઓનો ઘણો આત્મવિશ્વાસ વધ્યો છે. મેચનું પરિણામ જે પણ રહ્યું હોય, એક કેપ્ટન તરીકે હું તેને સ્વીકારું છું. અમે મેચમાં અનેક ભૂલ કરી. માત્ર 55 રન પર પાંચ વિકેટ ગુમાવવા છતા અમે મેચમાં વાપસી કરી.
જ્યારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય પર રાહુલે કહ્યું કે, અમને પિચ વિશે વધારે જાણકારી નથી. વિકેટ બન્ને ટીમ માટે એક જ જેવી રહી. એવામાં અમે તેના માટે કંઈ ખાસ કરી શકીએ એમ ન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement