શોધખોળ કરો
Advertisement
આજે ચેન્નાઇ અને હૈદરાબાદ વચ્ચે જામશે આઇપીએલમાં જંગ, જાણો કેવી છે બન્નેની પ્લેઇંગ ઇલેવન ને શું છે પિચનો મિજાજ
આજની મેચ યુએઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની છે, અહીં હવામાન બિલકુલ સાફ છે. મેચ પ્રેડિક્શનની વાત કરીએ તો અમારુ પ્રેડિક્શન મીટર કહે છે કે આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જીત થશે, જોકે, મેચ ક્લૉઝ રહેવાની પુરેપુરી સંભાવના છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે મોટી ટીમો વચ્ચે ટક્કર છે, ધોનીની ચેન્નાઇ અને વોર્નરની હૈદરાબાદ. બન્ને ટીમો સંતુલિત છે પરંતુ ચેન્નાઇ છેલ્લી મેચ હારી ચૂકી છે અને હૈદરાબાદ છેલ્લી મેચ જીતીને આવી છે. બન્ને ટીમો આજની મેચ જીતવા માટે પુરેપુરી કોશિશ કરશે. ચેન્નાઇ માટે આનંદના સમાચાર એ છે કે તેનો મેચ વિનર ખેલાડી અંબાતી રાયડુ અને બ્રાવો ફીટ થઇ ચૂક્યા છે.
આજની મેચ યુએઇના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની છે, અહીં હવામાન બિલકુલ સાફ છે. મેચ પ્રેડિક્શનની વાત કરીએ તો અમારુ પ્રેડિક્શન મીટર કહે છે કે આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જીત થશે, જોકે, મેચ ક્લૉઝ રહેવાની પુરેપુરી સંભાવના છે.
પિચ રિપોર્ટ
શારજહા અને અબુધાબી ક્રિકેટ સ્ટેડિયમની તુલનામાં દુબઇનુ સ્ટેડિયમ બિલકુલ અલગ છે. અહીં મેદાન ખુબ મોટુ છે, વળી અહીં પિચ પર ઘાસ પણ છે. આવામાં ફાસ્ટ બૉલરોને ખુબ મદદ મળી શકે છે. બન્ને ટીમો આ મેદાન પર ત્રણ ત્રણ સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બૉલરો સાથે ઉતરી શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
ચેન્નાઇ સુપર કિંગ્સઃ મુરલી વિજય, શેન વૉટસન, ફાક ડૂ પ્લેસીસ, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), સેમ કરન, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, પિયુષ ચાવલા, દીપક ચાહર, લુંગી એનગિડી/ડ્વેન બ્રાવો.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વૉર્નર (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો (વિકેટકીપર), મનિષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ખલીલ અહેમદ/સિદ્વાર્થ કૌલ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement