શોધખોળ કરો
Advertisement
IPLમાં આજે મુંબઇ સામે ટકરાશે બેંગ્લૉર, કેવી હશે બન્નેની પ્લેઇંગ ઇલેવન, શું કહે છે પીચ રિપોર્ટ, જાણો વિગતે
રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર બન્ને ટીમો દમદાર અને યુવા ખેલાડીઓથી ભરેલી છે. મેચ પ્રેડિક્શનની વાત કરીએ તો અમારુ પ્રેડિક્શન એ કહે છે કે આજની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત થશે
મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં આજે મુંબઇ સામે બેગ્લૉરની ટીમ ટકરાશે. રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ અને વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર બન્ને ટીમો દમદાર અને યુવા ખેલાડીઓથી ભરેલી છે. આજની મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે.
મેચ પ્રેડિક્શનની વાત કરીએ તો અમારુ પ્રેડિક્શન એ કહે છે કે આજની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની જીત થશે.
પિચ રિપોર્ટ
શારજહાં ક્રિકેટ સ્ટેડિયમની તુલનામાં દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બિલકુલ અલગ છે. સાઇઝના હિસાબે આ ગ્રાઉન્ડ ખુબ મોટુ છે. વળી, અહીં પિચ પર ઘાસ પણ છે. આવામાં ફાસ્ટ બૉલરોને અહીં મદદ મળી શકે છે. બન્ને ટીમો આ મેદાન પર ત્રણ ત્રણ સ્પેશ્યાલિસ્ટ ફાસ્ટ બૉલર સાથે ઉતરી શકે છે.
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન....
રૉયલ ચેલેન્જર્સ બેગ્લોરઃ- દેવવ્રત પડિક્કલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, જોશ ફિલિપ/મોઇન અલી, ઇસુરુ અદાના, વૉશિંગટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ.
મુંબઇ ઇન્ડિયન્સઃ- રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડીકૉક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, સૌરવ તિવારી, હાર્દિક પંડ્યા, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, ટ્રેન્ટ બૉલ્ટ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement