શોધખોળ કરો
Advertisement
IPL 2020 Playoff: આ ત્રણ ટીમનું સ્થાન પાક્કું, જાણો હૈદ્રાબાદ-કોલકાતમાંથી કઈ ટીમને સ્થાન મળવાની શક્યતા છે
પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે ચોથી ટીમનો નિર્ણય આજે સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે રમાનાર અંતિમ મેચથી થશે.
આઈપીએલ 2020ના પ્લેઓફમાં મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ક્વોલીફાઈ કરી લીધુ છે. આ સીઝનની અંતિમ લીગ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની વચ્ચે રમાશે. આ મેચના પરિણામના આધારે ચોથી ટીમનો ખુલાસો થશે.
મુંબઈ ઇન્ડિયન્સ ટોચ પર
નવ મેચ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ ટોચ પર છે. જ્યારે બીજા નંબર પર આઠ મેચ જીતને દિલ્હી કેપિટલ્સ છે. ત્રીજા સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. બેંગલોર અને કોલકાતા બન્ને ટીમ સાત સાત મેચ જીતી છે પરંતુ નેટ રનરેટના આધારે બેંગલોર ત્રીજા સ્થાન પર છે.
હૈદ્રાબાદને કોઈપણ સ્થિતિમાં મેચ જીતવી પડશે
પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે ચોથી ટીમનો નિર્ણય આજે સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે રમાનાર અંતિમ મેચથી થશે. હૈદ્રાબાદની ટીમ જો જીતી જાય તો તે પ્લેઓફમાં સ્થાન બનાવી લેશે. હૈદ્રાબાદે અત્યાર સુધીમાં 13 મેચમાંથી છ મેચમાં જીત સાથે 12 પોઈન્ટ છે. હૈદ્રાબાદની ટીમ જો જીતી જાય તો તેના 14 પોઈન્ટ થઈ જશે. સનરાઈઝર્સની નેટ રન રેટ રોયલ ચેલેન્જર્સ બેંગલ કરતાં ઘણી સારી છે. આ આધારે જીતની સાથે જ તે ત્રીજા નંબરે આવી જસે.
મુંબઈની જીત પર કોલકાતા નિર્ભર
જો મુંબઈ હૈદ્રાબાદને હરાવી દે તો કોલકાતા નાઇટ રાઈડર્સ નોકઆઉટ રમશે. પોઈન્ટ ટેબલમાં હાલમાં કેકેઆર 14 માંથી સાત મેચ જીતીને 14 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે.
ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion