શોધખોળ કરો
Advertisement
ડિવિલિયર્સે ચોગ્ગા-છગ્ગાથી તોફાન મચાવ્યુ, તો મેચ બાદ બન્ને ટીમના કેપ્ટને કહી આવી વાત
મેચમાં ડિવિલિયર્સનો તોફાની બેટિંગ જોઇને આરસીબી અને કેકેઆર બન્ને ટીમોના કેપ્ટનો ચોંક્યા હતા, મેચ બાદ બન્ને ટીમોના કેપ્ટને ડિવિલિયર્સની બેટિંગની જબરદસ્ત પ્રસંશા કરી હતી. ડિવિલિયર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો
મુંબઇઃ આઇપીએલમાં સોમવારે રમાયેલી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને કોલકત્તા નાઇટ રાઇડર્સે વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. મેચ અંતે આરસીબીએ જીતી લીધી. પરંતુ મેચમાં જીતનો હીરો દક્ષિણ આફ્રિકન બેટ્સમેન એબી ડિવિલિયર્સ રહ્યો. ડિવિલિયર્સે 33 બૉલમાં તાબડતોડ બેટિંગ કરતા 73 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં ડિવિલિયર્સે પાંચ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.
મેચમાં ડિવિલિયર્સનો તોફાની બેટિંગ જોઇને આરસીબી અને કેકેઆર બન્ને ટીમોના કેપ્ટનો ચોંક્યા હતા, મેચ બાદ બન્ને ટીમોના કેપ્ટને ડિવિલિયર્સની બેટિંગની જબરદસ્ત પ્રસંશા કરી હતી. ડિવિલિયર્સને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
મેચ બાદ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલીએ ડિવિલિયર્સની બેટિંગને લઇને કહ્યું કે, અમે ડિવિલિયર્સની બેટિંગ વિશે વિચાર્યુ પણ નહતુ, તેને અદભૂત બેટિંગ કરી. તે એક સુપર હ્યૂમન છે. પીચ સુકી હતી, ડિવિલિયર્સને છોડીને દરેક બેટ્સમેનને આ પીચ પર મુશ્કેલી પડી હતી. પરંતુ ડિવિલિયર્સની બેટિંગના કારણે અમે 195ના સ્કૉર સુધી પહોંચી શક્યા. ડિવિલિયર્સની ઇનિંગ અવિશ્વસનીય હતી. વિરાટે કહ્યું કે, ડિવિલિયર્સ આવ્યો અને રન બનાવવાના શરૂ કરી દીધા હતા. આવુ માત્ર એબી ડિવિલિયર્સ જ કરી શકે છે. અમે બન્ને સારી પાર્ટનરશીપ બનાવી શક્યા.
વળી, બીજીબાજુ કોલકત્તા નાઇટના કેપ્ટન દિનેશ કાર્તિકે પણ ડિવિલિયર્સના ભરપુર વખાણ કર્યા હતા. તેને કહ્યું ડિવિલિયર્સ એક બેસ્ટ ખેલાડી છે, તેને રોકવો મુશ્કેલ છે. તેને જ બન્ને ટીમો વચ્ચે અંતર ઉભુ કરી દીધુ હતુ. અમે બધુ જ કરવાની કોશિશ કરી પરંતુ તેને રોકી શક્યા નહી. અમે જો આરસીબીને 175 સુધી રોકી લેતા તો પરિણામ સારુ રહેતુ. પરંતુ ડિવિલિયર્સ બધા બૉલને બહાર જ ફેંકી દેતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion