IPL 2021 Final, CSK vs KKR:આજની મેચ ધોનીની અંતિમ મેચ બની રહેશે ? ફાઈનલ બાદ સંન્યાસની કરી શકે છે જાહેરાત
IPL 2021 Final, CSK vs KKR: ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં આઇપીએલ ટાઈટલ જીતી ચુક્યું છે.
IPL 2021 Final: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ આજે રમાશે. ધોનીના નેતૃત્વ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ અને ઈયાન મોર્ગનની આગેવાની વાળી કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે. ધોનીની CSK અને મોર્ગનની KKR વચ્ચેનો મુકાબલો દુબઈમાં ભારતીય સમય પ્રમાણે સાંજે ૭.૩૦ વાગ્યાથી શરૂ થશે.
CSK 3, KKR 2 વખત જીતી ચુક્યું છે આઈપીએલ ટ્રોફી
ચેન્નાઈ વર્ષ ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં આઇપીએલ ટાઈટલ જીતી ચુક્યું છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. કોલકાતા ગંભીરની કેપ્ટન્સીમાં વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં આઇપીએલ ટ્રોફી જીત્યું હતું.
CSK કેપ્ટન તરીકે ધોનીનો કેવો છે રેકોર્ડ
કેપ્ટન તરીકે ધોનીના આઈપીએલ રેકોર્ડ શાનદાર છે. તેણે 2008થી લઈને અત્યાર સુધીમાં 212 મેચમાં સીએસકેની કેપ્ટનશિપ કરી છે. જેમાંથી 129 મેચમાં જીત અને 81 મેચમાં હાર થઈ છે. એક મેચ ટાઈ ગઈ છે અને એક મેચનું કોઈ પરિણામ વ્યું નથી. ધોનીની જીતની ટકાવારી 61.37 ટકા છે. ધોની સીએસકેને 2010, 2011 અને 2018માં વિજેતા બનાવી ચુક્યો છે. જ્યારે 2008, 2012, 2013, 2015 અને 20219માં ફાઇનલમાં પહોંચી હતી.
ધોની આઇપીએલ ફાઇનલ બાદ સંન્યાસ લેશે ?
ભારતીય ક્રિકેટ ટીમને કેપ્ટન તરીકે નવી ઊંચાઈએ પહોંચાડનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આઇપીએલની ફાઈનલ ૪૦ વર્ષના ધોનીની કારકિર્દીની આખરી મેચ બની રહેશે તેમ મનાય છે. ધોની ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના મેન્ટર તરીકેની ભૂમિકામાં છે. તે અગાઉ કહી ચૂક્યો છે કે, આવતા વર્ષે હું આઇપીએલમાં રમીશ કે નહીં તે હજુ નક્કી નથી. ચેન્નાઈને ચેમ્પિયન બનાવીને ધોની આઇપીએલની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દે તેવી શક્યતા છે. તે આવતા વર્ષથી ચેન્નાઈનો ચીફ કોચ કે મેન્ટર બની જાય તેવી ચર્ચા પણ ક્રિકેટ જગતમાં ચાલી રહી છે.