Kieron Pollard IPL Record: પોલાર્ડેએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો
મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર પોલાર્ડે આ મેચમાં બે વિકેટ ઝડપી છે. આ સાથે જ પોલાર્ડે ટી 20 ફોર્મેટમાં 300 વિકેટ પૂરી કરી છે.
IPL 2021માં આજે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે મુકાબલો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર પોલાર્ડે આ મેચમાં બે વિકેટ ઝડપી છે. આ સાથે જ પોલાર્ડે ટી 20 ફોર્મેટમાં 300 વિકેટ પૂરી કરી છે. આવું કરનાર તે 11 મો ખેલાડી બની ગયો છે. આ સિવાય પોલાર્ડના આ ટૂંકા ફોર્મેટમાં 11,202 રન પણ કર્યા છે. પોલાર્ડ ટી 20 ફોર્મેટમાં 10,000 રન અને 300+ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
પોલાર્ડે મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં બંને વિકેટ લીધી હતી. પોલાર્ડે ક્રિસ ગેઈલ અને હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને બુમરાહના હાથે કેચ કરાવ્યો. ગેઇલ એક રન અને રાહુલ 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 300 વિકેટ પૂરી કરી, તેણે પેવેલિયન તરફ ઈશારો કરીને ઉજવણી કરી હતી. પોલાર્ડે ટી 20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ 565 મેચ રમી છે અને 11,202 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 56 અડધી સદી સામેલ છે. રનની વાત કરીએ તો પોલાર્ડ ગેઈલ પછી બીજા ક્રમે છે. ગેલના 447 મેચમાં 14,275 રન છે. તેના નામે 22 સદી અને 87 અડધી સદી છે.
આ સિવાય પોલાર્ડે ટી20 માં 24.82 ની સરેરાશ અને 8.22 ની ઇકોનોમીથી 300 વિકેટ લીધી છે. તેની શ્રેષ્ઠ બોલિંગ 15 રનમાં 4 વિકેટ છે. પોલાર્ડે સાત વખત એક ઇનિંગમાં 4 વિકેટ લીધી છે. વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવોના નામે ટી 20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે 502 મેચમાં 24.24 ની સરેરાશ અને 8.20 ની ઇકોનોમીથી 546 વિકેટ લીધી છે. બ્રાવોએ 11 વખત એક ઇનિંગમાં ચાર વિકેટ અને એક ઇનિંગમાં બે વખત પાંચ વિકેટ લીધી છે.
મુંબઈ સતત ત્રણ મેચ હારી ગયું છે, જ્યારે પંજાબને બે મેચમાં એક જીત અને એક હાર મળી છે. બંને ટીમોના 8-8 પોઇન્ટ છે અને બંને પ્લેઓફમાં પહોંચવાની રેસમાં છે. જોકે, આ મેચમાં હારનારી ટીમ માટે સ્પર્ધામાં રહેવું મુશ્કેલ બનશે, કારણ કે ત્યારપછી તમામ મેચ તેમના માટે કરો અથવા મરો જેવી રહેશે.