IPL 2021: જાડેજાને ફાઈનલમાં કયો મળ્યો એવોર્ડ ? સીઝનમાં કયા ખેલાડીને કયો એવોર્ડ મળ્યો ને કેટલા રૂપિયા મળ્યા, જાણો વિગત
IPL 2021 Final: ધોનીના નતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ ચોથી વખત વિજેતા બન્યું છે.
IPL 2021 Final Match Result: IPL (IPL 2021) ની અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને ચોથી વખત ખિતાબ જીત્યો. અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં કોલકાતાની ટીમ નિર્ધારિત 20 માં 9 વિકેટ ગુમાવીને માત્ર 165 રન બનાવી શકી હતી. ચેન્નાઈની જીતનો હીરો ફાફ ડુ પ્લેસિસ હતો, જેણે ચેન્નઈને મોટા સ્કોર સુધી લઈ જવા માટે અણનમ 86 રનની ઈનિંગ રમી હતી. ડુ પ્લેસિસ સિવાય ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરે 3, જોશ હેઝલવુડ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ, દીપક ચાહર અને ડ્વેન બ્રેબોએ એક-એક વિકેટ લીધી હતી
ફાઇનલ મેચ પુરસ્કાર
- પરફેક્ટ કેચ ઓફ ધ મેચ – રવિન્દ્ર જાડેજા (CSK)
- સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચ – રોબિન ઉથપ્પા (CSK)
- લેટ્સ ક્રેક ઇટ સિક્સ એવોર્ડ – વેંકટેશ ઐયર (KKR)
- ગેમ ચેન્જર ઓફ ધ મેચ – ફાફ ડુ પ્લેસિસ (CSK)
- મોસ્ટ વેલ્યુએલ અસેટ ઓફ દ મેચ – ફાફ ડુ પ્લેસિસ (CSK)
- પાવર પ્લેયર – વેંકટેશ ઐયર (KKR)
- મેન ઓફ ધ મેચ – ફાફ ડુ પ્લેસિસ (CSK)
Dream11 GameChanger of the Match in Final between @ChennaiIPL and @KKRiders is Faf du Plessis.@Dream11 #TeamHaiTohMazaaHai #VIVOIPL pic.twitter.com/Qk4i12ZXnr
— IndianPremierLeague (@IPL) October 15, 2021
આઈપીએલમાં કોણે મારી સૌથી લાંબી સિક્સ
આઈપીએલમાં હિટરોની બોલબાલા રહેતી હોય છે અને મોટાભાગે તેઓ જ સૌથી લાંબા ગગનચુંબી છગ્ગા મારતા હોય છે. રોહિત શર્મા, પોલાર્ડ, આંદ્રે રસેલ અને ધોની જેવા ખેલાડીઓ આવા સિક્સ મારવા જાણીતા છે. પણ આ વખતે સીએસકેના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે સૌથી લાંબી સિક્સ મારી હતી. તેણે 108 મીટરનો છગ્ગો માર્યો હતો. તે પછી પોલાર્ડ 105 મીટર અને ઈશાન કિશને 104 મીટરી સિક્સ મારી હતી.
સમગ્ર સીઝનના પુરસ્કારો (આઈપીએલ 2021 સીઝન પુરસ્કારો)
- ઓરેન્જ કેપ – રુતુરાજ ગાયકવાડ, CSK (10 લાખ રૂપિયા)
- પર્પલ કેપ – હર્ષલ પટેલ, RCB (10 લાખ રૂપિયા)
- અમેઝીંગ પ્લેયર ઓફ ધ યર – રૂતુરાજ ગાયકવાડ, CSK (10 લાખ રૂપિયા)
- ફેરપ્લે એવોર્ડ – રાજસ્થાન રોયલ્સ (10 લાખ રૂપિયા)
- સીઝનનો પરફેક્ટ કેચ – રવિ બિશ્નોઈ, PBKS (10 લાખ રૂપિયા)
- સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન – શિમરોન હેટમાયર, ડીસી (10 લાખ રૂપિયા)
- સિઝનના ગેમચેન્જર – હર્ષલ પટેલ, RCB (10 લાખ રૂપિયા)
- ક્રેક ઇટ સિક્સન સિક્સ – કેએલ રાહુલ (10 લાખ રૂપિયા)
- પાવર પ્લેયર ઓફ ધ સિઝન – વેંકટેશ અય્યર (10 લાખ રૂપિયા)
- મોસ્ટ વેલ્યુએલ અસેટ ઓફ ધ મેચ સીઝન – હર્ષલ પટેલ (10 લાખ રૂપિયા)
- રનર અપ – કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 12.5 કરોડ)
- વિજેતા – ચેન્નઈ સુપર કિંગ્સ
સૌથી વધુ કોણે સિક્સ-ફોર મારી
આઈપીએલ 2021માં સૌથી વધુ સિક્સ પંજાબ કિંગ્સ ઈલેવનના કેપ્ટન અને બેટ્સમેન કેએલ રાહુલે મારી હતી. તેણે 13 મેચમાં 30 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા ફાફ ડુપ્લેસી અને ઋતુરાજ ગાયકવાડે 23-23 છગ્ગા માર્યા હતા. ઓરેંજ કેપ હોલ્ડર ઋતુરાજ ગાયકવાડે સીઝનમાં સૌથી વધુ ફોર મારી હતી. તેણે 16 મેચમાં 64 ચોગ્ગા માર્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા દિલ્હી કેપિટલ્સના શિખર ધવને 63 ચોગ્ગા માર્યા હતા.
Unacademy Lets Crack It Sixes of the Match award in Final between @ChennaiIPL and @KKRiders goes to Venkatesh Iyer.@unacademy #LetsCrackIt #VIVOIPL pic.twitter.com/WQlRptTEyl
— IndianPremierLeague (@IPL) October 15, 2021
બુમરાહ-હર્ષલે નહીં ખેલાડીએ નાંખ્યા સૌથી વધુ ડોટ બોલ
આઈપીએલ 2021માં સૌથી વધુ ડોટ બોલ હર્ષલ પટેલ કે બુમરાહે નથી નાંખ્યા. દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર અવેશ ખાને 16 મેચમાં 156 ડોટ બોલ નાંખ્યા હતા. જે પછી વરુણ ચક્રવર્તીએ 17 મેચમાં 149, મોહમ્મદ સિરાજે 147 અને મોહમ્મદ શમીએ 145 ડોટ બોલ નાંખ્યા હતા.