MI vs RCB, IPL 2021: RCB વિરુદ્ધ પ્રથમ મેચમાં આ સ્ટાર ખેલાડી વગર જ મેદાનમાં ઉતરશે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો વિગતે
IPL સીઝન 14ની પ્રથમ મેચમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) ટીમ વિરાટ કોહલી(Virat kohli)ની આગેવાનીવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ(RCB) સાથે ટકરાશે.
IPL 2021: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીઝનની શરુઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે. આ સીઝની પ્રથમ મેચમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની (Mumbai Indians) ટીમ વિરાટ કોહલી(Virat kohli)ની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ(RCB) સાથે ટકરાશે. પંરતુ ટૂર્નામેન્ટની શરુઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી ડી કોક (Quinton de Kock) પ્રથમ મેચમાં નહીં રમે.
કોરોના વાયરસના કડક પ્રોટોકોલના કારણે ડી કોક (de Kock) આરસીબી વિરુદ્ધ રમાનારી મેચમાં નહીં રમી શકે. ડી કૉક 7 એપ્રિલે ભારત આવી પહોંચ્યો હતો. એવામાં BBCIએ અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, વિદેશથી આવતા ખેલાડીઓ ઈન્ડિયા પહોંચ્યા બાદ 7 દિવસ ક્વોરન્ટાઈન રહેશે.
ડી કૉક પાકિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝ (Pak vs SA) રમ્યા બાદ ભારત પહોંચ્યો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (South Africa)એ આઈપીએલ રમનારા ખેલાડીઓને બીજી વનડે બાદ ઈન્ડિયા આવવાની મંજૂરી આપી હતી. ક્રિકેટ આફ્રિકાની નજર આ વર્ષે રમાનારી ટી20 વર્લ્ડ કપ પર છે. તેથી જ આઈપીએલ રમનારા તમામ ખેલાડીને ટી20 સીરિઝ પહેલા જ ભારત મોકલી દીધાં છે.
એવામાં ડી કૉકની જગ્યાએ રોહિત શર્મા સાથે ક્રિસ લિન ઓપનિંગની જવાદારી સંભાળી શકે છે. ક્રિસ લિન 14મી સીઝન માટે ગત મહિને જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે જોડાઈ ગયો હતો. એવાં સંભાવના છે કે, આરસીબી વિરુદ્ધ રોહિત શર્મા સાથે ક્રિસ લિન ઓપનિંગ કરશે.
ડી કૉકે ગત સીઝનમાં બનાવ્યા હતા 500થી વધુ રન
ડી કૉકે ગત વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો. ડી કૉકે 16 મેચમા 503 રન બનાવ્યા હતા. એવામાં એવી સંભાવના છે કે ડી કૉક 17 એપ્રિલના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાનારી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગનો હિસ્સો હશે.