દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડીઓ પાકિસ્તાન સામેની સીરીઝ અધવચ્ચે મુકીને IPL રમવા ભારત આવતા આ પાકિસ્તાની ભડક્યો, જાણો વિગતે
શાહિદ આફ્રિદીએ ઇન્ડિયન પ્રીમિયર લીગના (IPL) કારણે ઇન્ટરનેશલ ક્રિકેટ પ્રભાવિત (Damage International Cricket) થવાનો આરોપ લગાવ્યો છે. શાહિદ આફ્રિદી એ વાતથી હેરાન છે કે કઇ રીતે ક્રિકેટ આફ્રિકાએ પોતાના ખેલાડીઓને (South African Cricketers) પાકિસ્તાન વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ ભારત આવવાની મંજૂરી આપી.
ઇસ્લામાબાદઃ આગામી 9મી એપ્રિલ 2021થી આઇપીએલની 14મી સિઝન (IPL 2021) શરૂ થઇ રહી છે. આ પહેલા વિવાદિત નિવેદનોનો દોર શરૂ થયો છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યાં કરે છે. શાહિદ આફ્રિદીએ ઇન્ડિયન પ્રીમિયર લીગના (IPL) કારણે ઇન્ટરનેશલ ક્રિકેટ પ્રભાવિત (Damage International Cricket) થવાનો આરોપ લગાવ્યો છે. શાહિદ આફ્રિદી એ વાતથી હેરાન છે કે કઇ રીતે ક્રિકેટ આફ્રિકાએ પોતાના ખેલાડીઓને (South African Cricketers) પાકિસ્તાન વિરુદ્ધ સીરીઝની વચ્ચે જ ભારત આવવાની મંજૂરી આપી.
ખરેખર, બુધવારે પાકિસ્તાન (Pakistan cricketer team) અને દક્ષિણ આફ્રિકાની (South African Cricketers) વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની ત્રીજી મેચ રમાઇ. ત્રીજી મેચમાં ડી કૉક, મિલર, રબાડા સહિતના સ્ટાર ખેલાડીઓ સામેલ ના હતા, જેને ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં ભાગ લેવા છે. પહેલી બે વનડે મેચ રમ્યા બાદ આ તમામ સ્ટાર ખેલાડીઓ ભારત માટે રવાના થઇ ગયા, જેથી 9મી એપ્રિલથી સિલેકેશન માટે ઉપલબ્ધ રહી શકે.
ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકન ટીમની કમજોરીનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાન 28 રનથી મેચ જીતીને સીરીઝને 2-1થી પોતાના નામે કરવામા સફળ રહ્યું હતુ. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની જીત બાદ બે ટ્વીટ કર્યા. પહેલા ટ્વીટમાં શાહિદ આફ્રિદીએ કહ્યું- પાકિસ્તાનની ટીમને જીત માટે અભિનંદન. બાબરે ફરી એકવાર પોતાના બેસ્ટ ક્લાસનુ પ્રદર્શન કર્યુ, ફખરની ઇનિંગ જોઇને પણ સારુ લાગ્યુ.
આઇપીએલનો ભાગ નથી બની શકતા પાકિસ્તાન ખેલાડીઓ...
શાહિદ આફ્રિદીએ બીજા ટ્વીટ દ્વારા આઇપીએલ અને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને નિશાને લઇ લીધા. પૂર્વ કેપ્ટને કહ્યું- ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ સીરીઝની વચ્ચે જ ખેલાડીઓને આઇપીએલ માટે જવાની મંજૂરી આપી. આને જોઇને બહુ હેરાની થઇ રહી છે. જ્યારે કોઇ ટી20 લીગ ઇન્ટરનેશનલ ક્રિકેટ પર ભારે પડવા લાગી છે તો ખોટુ લાગે છે. આના વિશે ફરીથી વિચારવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલ દુનિયાની સૌથી પૉપ્યૂલર ક્રિકેટ લીગી છે, પરંતુ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિવાદના કારણે પાકિસ્તાની ખેલાડીઓને આ લીગમાં ભાગ લેવાની મંજૂરી નથી. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને રમાડવાની વકાલત કરી ચૂક્યો છે.