CSK vs KKR, Match Highlights:ચેન્નઈએ રોમાંચક મુકાબલામાં કોલકાતાને 2 વિકેટથી હરાવ્યું, રવિંદ્ર જાડેજાની તોફાની ઈનિંગ
CSK vs KKR: આજની આ રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા.
CSK vs KKR: આજની પ્રથમ મેચ ટીમ ધોની (MS Dhoni) એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતાને 2 વિકેટથી હરાવ્યું છે. કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 ઓવરમાં ચેન્નાઈને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 ઓવરમાં 171 રન બનાવ્યા અને ચેન્નાઈને 172 રનનો લક્ષ્યાંક આપ્યો. KKR માટે રાહુલ ત્રિપાઠીએ 45, નીતિશ રાણાએ 37 અને દિનેશ કાર્તિકે 26 રન બનાવ્યા હતા. બીજી તરફ ચેન્નઈ તરફથી શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી.
ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કર્યું. બંનેએ ટીમને સરળ શરૂઆત આપી અને 74 રન બનાવ્યા હતા. ચેન્નઈના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ 19મી ઓવરમાં 22 રન કરી મેચ ટીમના પક્ષમાં કરી દીધી હતી. છેલ્લી ઓવરમાં સેમ કરન અને જાડેજા આઉટ થઈ જતા મેચ રોમાંચક બની હતી. ટીમને છેલ્લી ઓવરમાં 4 રન કરવા પણ ભારે પડે તેમ લાગ્યું હતું પરંતુ દીપક ચહરે છેલ્લા બોલ પર 1 રન લઈને મેચ જીતાડી દીધી હતી.
આઈપીએલમાં અત્યાર સુધી ચેન્નઈ અને કોલકાતા વચ્ચે 23 મેચ રમાઈ છે. જેમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પલડું ભારે છે. જ્યારે CSK એ 15 મેચ જીતી છે, KKR એ આઠ મેચ જીતી છે.
બંને ટીમની પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સઃ શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, સુનીલ નરેન, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
ચેન્નઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસી, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ